સવારથી ઝંખના ગુસ્સે થઈ હતી. બબડી.. હું એકલી મારી દીકરી ને કેવી રીતે સંભાળું.એણે તો મને છુટાછેડા આપી દીધા હતા. ફોન કરું છું તો પણ ફોન ઉપાડતો નથી. સાવ અતડો અને મેઢો છે. મને પણ પસંદ નહોતો. માંડ માંડ બે વર્ષ ચલાવી લીધું. દીકરી એકતાના જન્મ પછી તો ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા હતા. સાસુ સસરાને દીકરી એવી એ ગમતી નહોતી. ને એમની વાત કરાય નહીં. એ ભટકતા રામ. એક વખત રંગે હાથ પકડી લીધા હતા ને પછી મેં છુટાછેડાની માંગણી કરતા તરત જ અમે છુટા પડી ગયા. પણ એકતા મને વ્હાલી હતી. મને એમ કે એકતાને મારી પાસેથી છીનવી લેશે પછી મારા જીવનમાં જીવવાનો આશરો રહેશે નહીં. પણ જે થયું એ સારા માટે થયું હતું.
સિંગલ મધર - ભાગ 1
"સિંગલ મધર"( ભાગ -૧)સવારથી ઝંખના ગુસ્સે થઈ હતી.બબડી.. હું એકલી મારી દીકરી ને કેવી રીતે સંભાળું.એણે તો મને છુટાછેડા દીધા હતા. ફોન કરું છું તો પણ ફોન ઉપાડતો નથી. સાવ અતડો અને મેઢો છે. મને પણ પસંદ નહોતો. માંડ માંડ બે વર્ષ ચલાવી લીધું.દીકરી એકતાના જન્મ પછી તો ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા હતા.સાસુ સસરાને દીકરી એવી એ ગમતી નહોતી. ને એમની વાત કરાય નહીં. એ ભટકતા રામ.એક વખત રંગે હાથ પકડી લીધા હતા ને પછી મેં છુટાછેડાની માંગણી કરતા તરત જ અમે છુટા પડી ગયા.પણ એકતા મને વ્હાલી હતી.મને એમ કે એકતાને મારી પાસેથી છીનવી લેશે પછી મારા ...Read More
સિંગલ મધર - ભાગ 2
"સિંગલ મધર"( ભાગ-૨)ઝંખનાએ એના પતિદેવથી છુટાછેડા લીધા હોય છે.ઝંખના હાઈસ્કૂલમાં રિપોર્ટ તૈયાર કરતી હોય છે ત્યારે એના ભૂતપૂર્વ પતિનો આવે છે.હવે આગળ..ઝંખના ઘણું વિચારીને રાકેશનો કોલ ઉપાડે છે.તરત જ રાકેશ બોલવા લાગી જાય છે.હેલ્લો ઝંખના, મને માફ કરજે. સોરી.. સોરી..આપણી એકતા મને યાદ આવે છે. શું આપણે ફરીથી એક બનીએ તો! હું તારા વગર રહી શકતો નથી.આ સાંભળીને ઝંખનાને ગુસ્સો આવ્યો.હેલ્લો.. હવે એ વાત ભૂલી જા. હું અત્યારે જોબ પર છું. મૂળ શું કામ છે એ કહે. નહિંતર તારો કોલ કટ કરું છું.હેલ્લો ઝંખુ ડિયર, કોલ કટ કરતી નહીં. અગત્યનું કામ છે. મને ખબર છે કે તું હાઈસ્કૂલમાં ટીચર ...Read More
સિંગલ મધર - ભાગ 3
"સિંગલ મધર"(ભાગ -૩)સિંગલ મધર ઝંખના હાઈસ્કૂલમાં જોબ કરતી હોય છે.આચાર્યની સૂચના મુજબ નબળા સ્ટુડન્ટના વાલીઓને ઈમેલ કરે છે. જેમાં નામની સ્ટુડન્ટનો રિપોર્ટ બીજા કોઈના ઈમેલ પર જતો રહે છે.હવે આગળ....ઝંખનાનો છેલ્લો પિરિયડ પુરો થતા જ આચાર્ય ઝંખનાને એમની કેબિનમાં બોલાવે છે.ઝંખના કહે છે કે બધાને ઈમેલ કરી દીધા છે.આચાર્ય કહે છે કે હવે તમારે આ બધા ઈમેલના જવાબ ચેક કરવાના છે. વાલીઓએ આપણે મોકલેલું ફોર્મ ભર્યું છે કે નહીં એ અત્યારે જોઈ લો.. અને જેણે ના મોકલ્યું હોય એને આવતી કાલે સવારે ફરીથી ઈમેલ કરી દેજો. પરમ દિવસે એ બધા વાલીઓને હાઈસ્કૂલમાં બોલાવવાના છે.આ સાંભળીને ઝંખનાને થયું કે બેબી ...Read More
સિંગલ મધર - ભાગ 4
"સિંગલ મધર"( ભાગ -૪)હાઈસ્કૂલમાંથી ભૂલથી ઈમેલ કિરણ નામના યુવાન પર આવે છે,જે અપરણિત હોય છે.એટલે એ હાઈસ્કૂલમાં ફોન કરે જે આચાર્ય ઉપાડે છે.હવે આગળ...આચાર્ય..જુઓ જે પેરન્ટસના સંતાનો અભ્યાસમાં નબળા હોય છે એ બધાને જાણ કરતો ઈમેલ કર્યો છે. ને બીજો ઈમેલ રિમાઇન્ડર છે.ને આવતી કાલે તમારે હાઈસ્કૂલમાં આવવાનું છે.કિરણ...જુઓ સર, ભૂલ આપના તરફથી થઈ છે. મને ખોટો ઈમેલ કર્યો છે. હજુ હું અનમેરિડ છું.એટલે મારે રૂહી નામની કોઈ બેબી નથી. રૂહીના માબાપ પર ઈમેલ મોકલવાના બદલે મને મોકલ્યો છે. આપ આપના મોકલાવેલો ઈમેલ ચેક કરો અને રૂહીના પેરન્ટ્સનો ઈમેલ ચેક કરો. મને માનસિક ટેન્શન થાય છે.આચાર્ય...જુઓ.. તમે તમારી જવાબદારીમાંથી ...Read More
સિંગલ મધર - ભાગ 5
"સિંગલ મધર"( ભાગ -૫)કિરણે પોતાના પર આવેલા ખોટા ઈમેલ માટે ફરિયાદ કરવા હાઈસ્કૂલમાં જવા નીકળી ગયો.રસ્તામાં એણે જોયું તો છ માણસો તમાસો જોતા હતા અને વિડિયો ઉતારી રહ્યા હતા.કિરણને બચાવો બચાવોનો અવાજ સંભળાયો.કિરણોનું ધ્યાન એ તરફ ગયું જ્યાંથી અવાજ આવ્યો હતો.એ જગ્યાએ જ લોકો વિડિયો ઉતારી રહ્યા હતા.કિરણને લાગ્યું કે કોઈ શોર્ટ ફિલ્મ બની રહી હશે.એ એણે બાઈક સાઈડ પર કરી.ને જોવા માટે નજીક ગયો.જોયું તો એ એક આધેડ મહિલાના હાથમાં નાની બેબી હતી અને એના હાથમાંથી એ બેબીને છીનવવા માટે એક યુવાન કોશિશ કરતો હતો. લોકો તમાસો જોઈ રહ્યા હતા પણ મદદરૂપ થતા નહોતા.કિરણનું ધ્યાન એ બેબી અને ...Read More
સિંગલ મધર - ભાગ 6
"સિંગલ મધર"( ભાગ -૬)મેઘના મેડમ અને ઝંખના વાતો કરતા હતા એ વખતે પ્યુન આવ્યો.બોલ્યો.. ઝંખના મેડમ તમને મળવા માટે વાલી આવ્યા છે.એ કહે છે કે એમને ઝંખના મેડમને મળવું છે.ઝંખના બોલી..આવવા દો..ઝંખનાએ મેઘના મેડમ સામે જોયું.બોલી.. હવે પેરન્ટ્સના બહાના જોજો. પોતાના સંતાનના અભ્યાસમાં કેર રાખતા નથી.મેઘના મેડમે ઈશારાથી ચૂપ રહેવા જણાવ્યું.એક દેખાવડો યુવાન દાખલ થયો.એ યુવાન બોલ્યો .. હું રોહનના ફાધર રાહુલ છું. આપનો ઈમેલ મળ્યો એટલે મળવા માટે આવ્યો. આવતીકાલે પેરન્ટ્સ મીટીંગ છે એ ખબર છે છતાં પણ આપને મળવા આવ્યો છું.આવતીકાલે હું આઉટ ઓફ સ્ટેશન છું. મારા વાઈફ આવશે.ઝંખના... ઓકે.. તમે રોહન નો રિપોર્ટ જોયો હશે. એનું ...Read More