"સિંગલ મધર"
( ભાગ -૨૫)
ઝંખનાનો ભાઈ અને કિરણની બહેન વ્યોમા એકબીજાને પ્રેમ કરતા હોય છે.
ઝંખના એના ભાઈ માટે વાતચીત કરવા માટે હોટલ જવા નીકળી.
હવે આગળ..
ઝંખના સ્કુટી પર જતી હોય છે એ વખતે એને લાગે છે કે કોઈ એનો પીછો કરે છે. એટલે એક બે જગ્યાએ સાઈડ પર ઉભી રહી.પણ પછી એને થયું કે એ એનો ભ્રમ છે.
અને હોટલ તરફ જવા લાગી.
બીજી બાજુ કિરણ પણ આ મુલાકાત માટે આતુર હતો.
ઘરમાંથી નીકળતી વખતે એણે એની મમ્મીને વાત કરી.
મમ્મી રાજી થઈ ગઈ. અને મુલાકાત સફળ થાય એ માટે આશીર્વાદ આપ્યા.
કિરણે બહેન વ્યોમાને સાથે આવવા માટે પૂછ્યું.
પણ વ્યોમાએ કહ્યું કે તમે વાતચીત કરી લો તો સારું. મનન આવવાનો નથી. તમને બંનેને મોકળાશ મળશે.
કિરણે એક સ્મિત કર્યું અને ઝંખનાને મળવા માટે હોટલ તરફ રવાના થયો.
થોડીવારમાં ઝંખના હોટલ રિલીફ પહોંચી ગઈ.બહાર ઉભી રહી. એકલા અંદર જવું નથી. કિરણની રાહ જોવી છે.
ઝંખનાએ આજુબાજુ નજર કરી. એને એક શંકાસ્પદ માણસ દેખાયો. એ ઝંખના તરફ જોઈ રહ્યો હતો. ઝંખનાની નૃર પડતા નજર ફેરવીને ફોન પર વાત કરવા લાગ્યો.
ઝંખના મનમાં..ઓહ.. આ એજ માણસ છે જે મારો પીછો કરતો હતો. કોણ હશે ચોર હશે? પાકીટ અને મોબાઈલ સાચવી રાખવો પડશે. કે પછી રાકેશે મારા પર નજર રાખવા માટે માણસ રોક્યો હશે!
એટલામાં કિરણ બાઈક પર આવી ગયો.
આવીને બોલ્યો.. હાય.. કેમ છો? બહાર કેમ ઉભા છો? સારું ના લાગે. ચાર જણાની નજર પડે.
ઝંખના..
મને પણ એવું લાગે છે. કોઈ માણસ મારા પર નજર રાખી રહ્યો છે. આપણે હોટલમાં બેસીને વાતચીત કરીએ.
કિરણ..
ચિંતા ના કરો. હું સાથે છું. છેક તમારા ઘરે મૂકી આવીશ. એ તમારા એક્સ હસબન્ડનો માણસ હોઈ શકે.
ઝંખના અને કિરણ હોટલમાં એક ટેબલ પર ગોઠવાઈ ગયા.
થોડીવાર મૌન રહ્યા.
કિરણ...
મેડમ કંઈક બોલો તો ખરા. આપણે જે કામ માટે આવ્યા છીએ એની શરૂઆત કરીએ.
ઝંખના હજુ પણ પેલા માણસના વિચારમાં ટેન્શનમાં હતી.
કિરણ..
કેમ કંઈ ટેન્શન છે? તમે ચિંતા ના કરો. હમણાં જ હું મારા એક પીએસઆઈ દોસ્તને ફોન કરીને કહું છું કે કોઈ અજાણ્યો પીછો કરે છે.
ઝંખના..
ના..ના.. એવું કરતા નહીં. કદાચ મારા મનનો વહેમ હોઈ શકે. એ વ્યક્તિને પણ આટલામાં કોઈને મળવાનું હશે. ચાલો ત્યારે શુભ શરૂઆત કરીએ.
કિરણ...
ઓકે.. હું જ શરૂઆત કરું છું. હું કિરણ.. મારી સિસ્ટર વ્યોમા માટે વાતચીત કરવા આવ્યો છું. તમારા ભાઈ મનન માટે. મારી સિસ્ટર વ્યોમા કેટલાક વખતથી મનનને ઓળખે છે અને બંને એકબીજાને પસંદ કરે છે.
ઝંખનાએ સ્મિત કર્યું.
બોલી..
ને તમને પસંદ છે?
કિરણે ઝંખનાની નજરમાં એના પ્રત્યેનો પ્રેમ દેખાયો.
ચોંકીને બોલ્યો..
એટલે? હું સમજ્યો નહીં.
ઝંખના હસી.
બોલી.. તમે જુદું સમજ્યા? હું મનન અને વ્યોમાના સંબંધ માટે કહું છું.
કિરણે ઝંખના સામે જોયું.
બોલ્યો..
સાચું? મને પણ પસંદ છે.
આટલું બોલીને કિરણે નજર નીચી કરી.
એટલામાં ઝંખનાના મોબાઈલની રીંગ વાગી.
જોયું તો મનનનો ફોન હતો.
ઝંખના..
હેલ્લો મનન.. શું થયું?
મનન..
કંઈ નહીં.બસ તમે પહોંચી ગયા છો કે નહીં એટલે કોલ કર્યો છે. ને કિરણભાઈ આવી ગયા છો? તમે બહાર છો કે હોટલમાં બેઠા છો?
ઝંખના..
ભાઈ.. તું બહુ ઉતાવળો. આવી ઉતાવળ હતી તો કોર્ટમાં જ મેરેજ કરવા હતા. કિરણ આવી ગયો છે. અમે બંને હમણાં જ હોટલમાં બેઠા છીએ. હવે મને વાત કરવા દઈશ? તું તારે વ્યોમા સાથે વાતચીત કર. મને કોઈ વાંધો નથી.કિરણ તને વાંધો નથી ને?
મનને આ સાંભળીને કોલ કટ કર્યો.
ઝંખના..
આજના યુવાનોને જલ્દી બહુ હોય છે. તમે કેટલી બધી ધીરજ રાખી છે.
કિરણ..
મેં ધીરજ રાખી? અરે મને પણ જલદી છે.
ઝંખના..
તમે વ્યોમાના ભાઈ છો છતાં પણ ધીરજ રાખી અને મારો ભાઈ ઉતાવળો થતો જાય છે. હવે આ બંનેના મેરેજ કરાવી દેવા છે. તમારે જલ્દી નથી ને?
કિરણ...
ધીરજ રાખવી પડે. મને પણ જલદી છે.
ઝંખના..
સાંભળ્યું છે કે તમારે કોઈ ગર્લ ફ્રેન્ડ છે? જસ્ટ પૂછ્યું. તમે પહેલાં મેરેજ કરશો કે પછી વ્યોમા મનનના મેરેજ પછી મેરેજ કરશો.
( ઝંખના ની વાત સાંભળી ને કિરણ શું જવાબ આપશે? કિરણની ગર્લ ફ્રેન્ડ આવી જશે તો શું થશે? જાણવા માટે વાંચો મારી ધારાવાહિક વાર્તા' સિંગલ મધર ')
- કૌશિક દવે