"સિંગલ મધર"
( ભાગ -૧૪)
કિરણ પર એની પ્રેમિકાનો ફોન આવે છે.પણ કિરણ શર્ત મૂકે છે. જેના માટે મળવા માંગે છે.
કિરણની બહેન કિરણને જે બેબી દત્તક લેવા માંગે છે એના વિશે પૂછે છે.
કિરણ..
તારે જાણીને શું કામ છે. મેં ખાલી કહ્યું હતું. બેબી એકતાની મમ્મી ટીચર છે. એનું નામ ઝંખના મેડમ છે.
વ્યોમા આ સાંભળીને ચમકી ગઈ.
બોલી..
ઓહ.. ઝંખનાની બેબી!
આ સાંભળીને કિરણને નવાઈ લાગી. વ્યોમા ઝંખનાને ઓળખે છે?
કિરણ..
વ્યોમા, તું ચમકી કેમ ગઈ હતી?તું ઝંખના મેડમને ઓળખે છે? તું એની હાઈસ્કૂલમાં ગઈ હતી?
આ વાત સાંભળીને વ્યોમાને લાગે છે કે સાચું બોલાશે નહીં. વાત વાળી લેવી પડશે.
વ્યોમા..
આ ઝંખના નામ કહ્યું એટલે હું ચમકી ગઈ હતી. મને લાગ્યું કે ઝંખના હાઈસ્કૂલમાં ક્યાં જોબ કરે છે? ભાઈ બીજી ઝંખના વિશે કહે છે.
કિરણ..
તું કેમ એવું સમજી? તું કઈ ઝંખનાને જાણે છે?
વ્યોમા..
મારી એક સખી છે એની બહેનનું નામ ઝંખના છે એટલે હું એ સમજી હતી. મારી સખીની બહેન ઝંખનાને બેબી નથી.
કિરણ..
ઓકે કંઈ વાંધો નથી. સમજવામાં ભૂલ થઈ જાય.
કિરણ બીજી પ્રવૃતિમાં પડી ગયો.
વ્યોમા મનમાં વિચારવા લાગી..
એની મોટી બહેન ઝંખના છે. એ ટીચર છે ને એક બેબી છે. હું જાણું છું એવું હમણાં કહેવું નથી. એક વખત એણે કહ્યું હતું કે મારી દીદીનું મેરેજ થઈ જાય તો સારું. દીદીએ ડાયવોર્સ લીધા છે. નાની બેબીની ચિંતામાં બીજા મેરેજ કરતી નથી.
એની મમ્મી કહે છે કે દીદીની બેબીને આપણે ઉછેર કરીએ પણ મારી આવનાર પત્ની એ સ્વીકારી લેશે?
એક વખત એણે કહ્યું હતું કે દીદીની બેબીને એ પોતાની પાસે રાખવા માંગે છે જેથી દીદી બીજા મેરેજ કરીને સુખી થાય.
પણ પછી મમ્મી પપ્પા ના હોય ત્યારે બેબીને સાચવવી મુશ્કેલ છે. મને વિચારવા માટે કહ્યું હતું. એણે પણ શાદી ડોટ કોમ પર બાયોડેટા મૂક્યો છે એવું કહીને મમ્મીને કહીશ કે આ છોકરો પસંદ છે.
એટલામાં કિરણના મોબાઈલની રીંગ વાગી.
કિરણે જોયું તો અજાણ્યો નંબર હતો.
છતાં પણ કિરણે ફોન ઉપાડ્યો.
હેલ્લો..કોણ? શું કામ છે?
સામેથી લેડિઝ અવાજ..
હેલ્લો કિરણ.. હું હાઈસ્કૂલની આચાર્ય છું. આજે તું મારી હાઈસ્કૂલમાં આવ્યો હતો.
કિરણ..
હા.. બોલો શું કામ છે? તમે ઝંખના મેડમને રજા આપી હતી? એને માફ કરી દેજો. એક સિંગલ મધરની તકલીફો જાણવી જરૂરી છે. માનવસહજ લાગણી જ માણસને કામ આવે છે.
આચાર્ય..
હા.. કિરણ.. તારા વિચારો ઉચ્ચ છે. ઝંખનાને રજા આપી દીધી છે. ને આવતીકાલની રજા પણ આપી દીધી છે. બધી સ્થિતિઓ જોયા પછી એને માફ કરી દીધી હતી. એ તારી જાણ સારું કહું છું.
કિરણ..
ઓકે.. આભાર.. બીજું કંઈ કામ હોય તો કહેજો.
આચાર્ય..
હા..બીજા એક કામ માટે ફોન કર્યો હતો.
કિરણ..
પણ મારો ફોન નંબર ક્યાંથી લીધો હતો? મેં ફોન નંબર આપ્યો નહોતો.
આચાર્ય..
હા..એ મને ખબર છે. મેં મેઘના મેડમ પાસેથી તારો નંબર લીધો હતો.
કિરણ..
પણ મેં મેઘના મેડમ ને ફોન નંબર આપ્યો નહોતો કે ઝંખના મેડમ પણ જાણતા નથી.
આચાર્ય..
મેઘના મેડમે તારો ફોન નંબર મેળવ્યો હતો. એ તારી મમ્મીને જાણે છે. એ તારી જ્ઞાતિની છે. તારી મધર પણ એક સિંગલ મધર છે એવું પણ એણે કહ્યું હતું. તારી મધરે ઘણા કષ્ટો વેઠીને તમારો ઉછેર કર્યો હતો, એવું પણ કહ્યું હતું. તું ફોન મૂકી ના દેતો. મારે તારું પર્સનલ કામ છે.
કિરણ..
બોલો મેડમ સર.. તમારી હાઈસ્કૂલ માટે હેલ્પની જરૂર છે? ડોનેશન આપે એવી પાર્ટી શોધવી છે? કે કોઈ ફંક્શનમાં એડ માટે જરૂર છે?
આચાર્ય..
ના..ના.. એવું નથી. મને બોલવા દે. નહિંતર હું ભૂલી જવાની. મને ભૂલી જવાની આદત છે. હા.. યાદ આવી ગયું. ફોન કટ ના કરતો.
મારે તારું અંગત કામ છે.
કિરણ..
જુઓ મેડમ, હું તમારે ડોનેશન જોઈતું હોય તો હું એક હજાર રૂપિયાથી વધુ ડોનેશન આપી શકવાનો નથી. કે પછી બીજા કોઈ પાસેથી ડોનેશન અપાવી શકવાનો નથી.
આચાર્ય..
કિરણ.. તું મારું કહેવાનો મતલબ સમજ્યો નથી. હું હાઈસ્કૂલ માટે નથી કહેતી. હું તારા જીવન માટે કહું છું. શું તને તારા લાયક યોગ્ય કન્યા મળે તો એને તું પસંદ કરીશ?
કિરણ..
હું તમારી વાત સમજ્યો નહીં.હા..હજુ મારા મેરેજ થયાં નથી. મેરેજ માટે યોગ્ય કન્યા શોધી રહ્યો છું. એ માટે શાદી ડોટ કોમ પર મારો બાયોડેટા છે.
આચાર્ય..
હા..એ મને ખબર છે. એટલે જ તને ફોન કર્યો હતો. મેઘના મેડમ પાસેથી તારો નંબર લીધો હતો તેમજ તારા ફેમિલીની માહિતી મેળવી હતી. મારો ફોન કરવાનો એક હેતુ છે. મારી સીસ્ટરની ડોટર છે. એના માટે સારો છોકરો શોધી રહી છે. તું મને મળીને ગયો પછી મને લાગ્યું હતું કે તારા જેવો યોગ્ય યુવાન કોઈ હોઈ શકે નહીં. મેં મારી બહેનને એ માટે વાત કરી હતી એટલે એણે કહ્યું કે તમે વાતચીતની શરૂઆત કરો. પહેલા છોકરાની મરજી જોવી પડે. બસ એ માટે ફોન કર્યો હતો. મારી બહેનની દીકરીનું નામ શ્વેતા છે. એ તારી જેમ દેખાવડી છે. પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને જોબ પણ કરે છે.
કિરણને આ સાંભળીને મુખ પર સ્મિત આવી ગયું.
મનમાં.. આજનો દિવસ સારો જશે એવું લાગે છે.
કિરણ..
મેડમ, તમે તમારી ભાણી માટે સારું ઈચ્છો જ. પણ આ માટે મારે મારી મધર સાથે વાતચીત કરવી પડે. હું આ બાબતે પછી વાત કરીશ. બોલો બીજું કંઈ.
આચાર્ય..
એવું હોય તો હું મેઘના મેડમ સાથે તારા ઘરે તારી મધરને મળવા આવું. જો તું હા પાડીશ તો જ શ્વેતાને સાથે લાવીશ. શ્વેતાનો બાયોડેટા શાદી ડોટ કોમ પર છે. એ કદાચ તને રિક્વેસ્ટ મોકલશે.
કિરણ..
સારું મેડમ.. મારે હમણાં અગત્યનું કામ છે. તમને આવતી કાલે ફોન કરીશ. તમારો નંબર સેવ કરી રાખું છું.
કિરણે કોલ કટ કર્યો.
કિરણની મમ્મી આ સાંભળીને બોલી.
કોઈ છોકરીનું માંગુ આવ્યું છે? કોણ હતું?
કિરણ..
મમ્મી આજે જે હાઈસ્કૂલમાં ગયો હતો એ હાઈસ્કૂલના આચાર્ય હતા. એમણે મેઘના મેડમ પાસેથી નંબર લીધો હતો. એમની બહેનની છોકરી છે એના માટે ફોન કર્યો હતો.
કિરણની બહેન બોલી..
આજે તો ભાઈ માટે લોટરી છે. આ બીજો કોલ આવ્યો. મને લાગે છે કે બે કોલ પૂરતા ના કહેવાય. આવતી કાલ સુધીમાં બીજા કોલ કે રિક્વેસ્ટ આવવી જોઈએ. ભાઈ તમે એપ પર જુઓ તો ખરા કોઈ ની રિક્વેસ્ટ આવી છે કે નહીં?
કિરણની મમ્મી..
હા.. બેટા,જો તો ખરો. આજે શુભ દિવસ લાગે છે. તારા સારા કર્મો હવે ફળી રહ્યા છે.
કિરણ ..
સારું મમ્મી.. હવે હું આરામ કરું છું. પણ વ્યોમા, તું પણ જોઈ લે. તેં કોઈ છોકરો પસંદ કર્યો કે નહીં?
વ્યોમા..
શું તમે ભાઈ? હું નવરી બેસી રહેતી હોઉં! જોયા બાયોડેટા. એક રિક્વેસ્ટ મોકલી છે. છોકરો સારો લાગ્યો છે.
કિરણ..
કોણ છે? એનો ફોટો અને બાયોડેટા બતાવ. હું તારો મોટાભાઈ છું.
વ્યોમા..
ના હોં ભાઈ. જ્યાં સુધી મેસેજ ના આવે ત્યાં સુધી નહીં જ બતાવું.
( કિરણ કોને પસંદગી કરશે? વ્યોમા સાચી વાત કહી શકશે?)
- કૌશિક દવે