Single Mother - 20 in Gujarati Moral Stories by Kaushik Dave books and stories PDF | સિંગલ મધર - ભાગ 20

Featured Books
Categories
Share

સિંગલ મધર - ભાગ 20

"સિંગલ મધર"
( ભાગ -૨૦)

ઝંખના મેડમ અને કિરણની વાતચીત ફોન પર લાંબી ચાલે છે.
ઝંખના એના ભાઈ માટે કિરણને મળવા માંગે છે.
એ માટે બીજા દિવસે સાંજે હોટલમાં મળવાના હોય છે.

હવે આગળ..
ઝંખના..
હું સમજી ગઈ છું. આ ટાઈમ પાસ એટલે કોઈ છોકરીને મળવાના છો? હું તને જલદી છુટો કરીશ. ટુંકમાં વાતચીત કરીશું. તો આપણે આવતીકાલે સાંજે મળીએ.

કિરણના મુખ પર સ્મિત આવી ગયું.
મનમાં.. ઝંખના હોશિયાર છે. તરત જ ખબર પડી જાય છે.
કિરણ..
ટાઈમ પાસ માટે નથી. પણ એક ખાસ કામ અર્થે મળવાનું છે. તમારી સાથે વાતચીત થયા પછી એને મળવા જવાનો છું.

ઝંખનાના મનમાં પણ વિચારો આવવા લાગ્યા.

ઝંખના..
મને લાગે છે કે કોઈ ખાસ છે. અને ઘણી વખત હોટલ સાવનમાં મળતા હશો.

કિરણ..
હા.. હું ઘણી વખત એ હોટલમાં મળું છું. પણ જિંદગીનો ફેંસલો એમ થોડી થાય છે! બંનેની મરજી હોય અને સાથે કોઈ શર્ત ના હોય તો જ સામેનું પાત્ર સ્વીકારાય. 

ઝંખના..
એટલે હજુ મેળ પડ્યો નથી. હવે મેળ પડી જશે. સકારાત્મક ઉર્જા સાથે જાવ. થોડું ઘણું સમાધાન કરવું પડે તો કરી લેવાનું. વ્યોમાએ પણ શર્ત રાખી છે. ને મનને પણ. એ જીદ કરી ને બેઠો છે. પણ મેં રસ્તો કાઢી લીધો છે. એકતા મારી પાસે રહેશે. બે પ્રેમીને એક કરવા જરૂરી છે. તમે મને મદદરૂપ થશો ને!

કિરણ..
હા..હા..કેમ નહીં! મારી સિસ્ટરની જીંદગીનો સવાલ છે. હવે બહુ વાતો કરી. આપણે આવતીકાલે મળીશું.

ઝંખના..
ઓકે..પણ આવતીકાલની ચા મારા તરફથી.ચા ની મીઠાસથી એક શુકન થાય.

કિરણ.‌..
ઓકે..ચા તમારા તરફથી તો નાસ્તો મારા તરફથી.
સુખ દુઃખ ભૂલી જવાય છે 
જ્યારે ચા ની એક ઓફર થાય છે.
ચા નો હોય સંગત તો...

કિરણ બોલતા બોલતા અટકી ગયો..
એને લાગ્યું કે આ ઉતાવળમાં બોલી ગયો. મારે બોલવા જેવું નહોતું.

ઝંખનાનો હસવાનો અવાજ આવ્યો.
ઝંખના..
ચા નો‌ હોય સંગત તો સંબંધ મધુર થાય છે.
મારો કહેવાનો મતલબ જુદો ના કરતા. આપણે ચા પીતા પીતા મારા ભાઈ મનન અને તમારી બહેન વ્યોમા માટે વાતચીત કરીશું અને એનો સુખદ શરૂઆત કરીશું. પછી આપણે એમના મેરેજ નક્કી કરવા મળીશું. તો આપણે આવતીકાલે ચા ની સંગત સાથે... આજે વાત પૂરી કરીશું.

ઝંખનાએ કોલ કટ કરી દીધો.


કોલ કટ થતાં જ કિરણના મુખ પર સ્મિત આવી ગયું.

બહેન વ્યોમા બોલી..
ભાઈ.. વાતચીત બહુ ચાલી. મારે સાંભળવું નહોતું કારણકે તમારી પર્સનલ વાતો હતી પણ એમાં મારી વાતચીત થવાની હતી એટલે સાંભળ્યા વગર છૂટકો જ નહોતો. વાતચીત પોઝિટિવ કરી? શું કહ્યું ઝંખના દીદીએ?

કિરણ..
ઓહો.. તું તો અત્યારથી તૈયાર થઈ ગઈ છે. હજુ તારા મનન સાથે મેરેજ થયાં નથી અને ઝંખના દીદી! વાહ ભાઈ વાહ.. આપણને આવું ના આવડે.

વ્યોમા..
હવે રહેવા દો ભાઈ. તમારા મુખના હાવભાવથી ખબર પડી ગઈ હતી કે તમને ઝંખના દીદી ગમે છે. કેમ ના ગમે? એ સુંદર છે.. ખૂબસૂરત સાથે લાગણીશીલ છે અને બુદ્ધિ શાળી પણ.

કિરણ..
હવે મનન માટે મારી કોણીએ ગોળ લગાડવાનું ચાલુ કર્યું.

વ્યોમા..
ભાઈ તમે જે સમજો એ. મેં ઝંખના દીદીને નજીકથી જોયા નથી. એકાદ બે વખત દૂરથી જોયા હતા. મનન સાથે. પણ રૂબરૂ વાતચીત કરી નથી. હા.. મનને એમની ફેમિલી ફોટો બતાવીને બધાનો પરિચય આપ્યો હતો.

કિરણ..
એટલે મેચ પહેલાથી ફિક્સ હતી. ને મારી પાસે મેહનત કરાવે છે.

વ્યોમા..
ભાઈ તમને જશ મળશે. તમે મારા મોટાભાઈ છો.મારા માટે આટલું નહીં કરું. હું તમારા માટે પ્રયત્ન કરીશ. પણ મને સાચું કહેજો. તમારા મનમાં ઝંખના દીદી રમી રહ્યા છે કે નહીં?

કિરણ હસીને બોલ્યો..
તું પણ ખરી છે. મનની વાત જાણી લે છે તો તારી ઝંખના દીદીના મનની વાત પણ જાણીને આવ. કોઈ ખૂબસૂરત યુવતી મળે એટલે યાદ રહી જાય.એમ તો મીનું પણ ક્યાં ખૂબસૂરત નહોતી. એ યાદોમાં રહી ગઈ છે. પણ એનું વર્તન જ એવું હતું કે મને એની તરફ જવા માટે દિલ થતું નથી. 

વ્યોમા..
સાચું કહેજો ભાઈ. તમે ઝંખના દીદીને જોયા છે તો એ તમને સારા લાગ્યા હતા કે નહીં! મને ગમી ગયા છે. પણ એમણે છૂટાછેડા લીધેલા છે અને એક નાની બેબી છે. એટલે મેં તમને કહ્યું નહોતું.

કિરણ..
સારું સારું.. હવે શું વાત કરી એ ટુંકમાં કહું છું.
આવતીકાલે અમે બંને હોટલ રિલિફમાં મળવાના છીએ.તારા અને મનન માટે વાતચીત કરવાના છીએ.

વ્યોમા..
તો ભાઈ હું પણ આવીશ. યોગ્ય રજૂઆત નહીં થાય તો! કદાચ ઝંખના દીદી રાજી ના થાય તો! હું એમને સમજાવીશ. પણ ભાઈ આવતીકાલે સાંજે તમે મીનું ને મળવાના છો. એ પણ હોટલ સાવનમાં. એ હોટલ રિલિફની નજીક જ છે. એ જોઈ જશે તો તમને ઉપાધી કે પછી ઝંખના દીદીને ઉપાધી. એ બહુ ગુસ્સાવાળી છે. ખોટું અર્થઘટન કરશે. હું સાથે આવીશ તો વાંધો નહીં આવે. તો ભાઈ. હું આવી શકું?

કિરણ..
મનન આવવાનો છે? ઝંખનાએ એવી કોઈ વાત કરી નથી. અમે બંને પહેલા મળીએ પછી તમને બંનેને સાથે બોલાવાની વાતચીત કરીશું. હવે રાજી.. આવતીકાલે મારા માટે આઈસ્ક્રીમ લેતી આવજે. ભૂલતી નહીં.

વ્યોમા..
ઘરમાં છે જ. હમણાં જ લાવું છું. આપણા બંને માટે.
( વધુ હવે પછીના ભાગમાં ઝંખના સાથેની મુલાકાત વખતે શું બનશે? શું મીનું કિરણ અને ઝંખનાને જોઈ જશે?)
- કૌશિક દવે