"સિંગલ મધર"
( ભાગ -૨૬)
ઝંખના એના ભાઈ મનન માટે વાતચીત કરવા કિરણને એક હોટલમાં મળે છે.
હવે આગળ..
ઝંખનાની વાત સાંભળીને કિરણના મુખ પર સ્મિત આવી ગયું.
કિરણ..
ગર્લ ફ્રેન્ડ...હા.. હતી.. તમે જાણતા હશો કે સમય એવો છે કે કોઈની પર ભરોસો કરી શકાતો નથી. વાતચીત ચાલતી હતી પણ વાત અધૂરી રહી છે. એણે જ મને ફરી મળવા માટે કહ્યું છે. પણ જ્યારે એક વખત કોઈ વ્યક્તિ વિશ્વાસ તોડી નાખે છે એ પછી ભરોસો ઓછો થાય છે. ખેર.. આ બધી વાતો તમને શું કામ કરું છું. આપણે મૂળ મુદ્દા પર આવીએ. વ્યોમા અને મનન માટે.
ઝંખના...
હા.. એમના વિશે વાતચીત કરીએ. તમને ગર્લ ફ્રેન્ડ બાબતે પૂછ્યું એટલે તમને દુઃખ થયું છે. એ માટે હું માફી માંગું છું. આપણે હવે મનન અને વ્યોમાના સંબંધ વિશે વાત કરીએ. બોલો તમે ક્યારે આવવાના છો? મારા પપ્પા અને મમ્મી હમણાં મારી સાથે છે. આપણે બંનેના મેરેજ બાબતે વાતચીત કરવાની છે. ને અમે દહેજ લેતા નથી. સંસ્કારી છોકરી અમને પસંદ છે. તમારા સંસ્કાર જોઈને મેં તરતજ મનનને હા પાડી દીધી હતી. વ્યોમા તમારી બહેન છે એટલે સારા સંસ્કારો હોય જ.
કિરણ...
તમારી વાત સાચી છે. પણ તમે મારા ઘરે આવો તો સારું. મારી મમ્મીના રૂબરૂ વાતચીત થઈ જાય તો સારું. મારી મમ્મી સિંગલ મધર તરીકે અમને સારા સંસ્કારો આપીને ઉછેર કર્યો છે. એમની સંમતિ હોવી જરૂરી છે.વ્યોમા પહેલી વખત તમારા ઘરે આવશે તો એ મુંજાઈ જશે.
ઝંખના..
ને તમારા ઘરમાં હું આવીશ તો મને પણ એવું જ ફીલ થશે?
કિરણ..
તમે તો મનનના સિસ્ટર તરીકે આવવાના છો. મૂરતિયો જોવા માટે નહીં.
ઝંખના હસીને બોલી..
હું મજાકમાં બોલી હતી. સારું તમારી ઈચ્છા છે તો એ પ્રમાણે. પણ પછી બીજા દિવસે વ્યોમાને મારા ઘરે મોકલવી પડશે. મનન એને લેવા માટે આવશે. તમને વાંધો નથી ને?
કિરણ..
મને શું વાંધો હોય. આ પહેલા પણ બંને એકબીજાને મળતા હતા અને પસંદ કરે છે. તો ગુરુવારે સાંજે મળવાનું રાખીએ.
ઝંખના..
ઓકે..અમે ગુરુવારે સાંજે તમારા ઘરે આવીશું. તમારું એડ્રેસ મને મોકલજો.
કિરણ...
ઓકે..
કિરણ આટલું બોલે છે ત્યાં જ રાકેશ ઝંખના તરફ ધસીને આવે છે.
રાકેશ...
ઝંખના.. તું બેવફા છે. મારી પીઠ પાછળ આ ખેલ કરે છે? આપણી ડોટર પર કેવા સંસ્કાર પડશે?
રાકેશના બોલવાના કારણે હોટલમાં બેઠેલાનું ધ્યાન ઝંખના અને કિરણ તરફ ગયું.
રાકેશ ગુસ્સામાં હતો.
કિરણને થયું કે રાકેશને ધક્કો મારી ને બહાર કાઢી મૂકું. પણ હોટલમાં આવું કરાય નહીં. ઝંખનાની બદનામી થશે અને તમાશાને તેડું આવશે. રાકેશના સવાલનો જવાબ ઝંખના આપે તો સારું. ઝંખના પહેલ કરે એજ સારું છે.
એટલામાં કિરણના વોટ્સએપ પર મીનુંનો મેસેજ આવ્યો.
તારો ફોન લાગતો નથી એટલે મેસેજ કરું છું. તું હોટલમાં ગયો એ જોયું. સાથે પેલી યુવતી હતી એ પણ જોયું. હું આવું છું. મારે તારી સાથે ઘણી વાતો કરવી છે.
કિરણ મીનુંનો મેસેજ વાંચીને ચિંતામાં પડી જાય છે.
કિરણ વિચારે છે કે આ મીનું હમણાં અહીં ના આવે તો સારું. મારે વાતચીત જલ્દી પતાવવી પડશે. એ પહેલાં રાકેશને અહીંથી કાઢવો પડશે. પણ ઝંખના પહેલ કરે તો હું
એને પહોંચી વળું.
ઝંખના રાકેશની વાત સાંભળીને ગુસ્સે થઈ જાય છે.
ઝંખના..
રાકેશ તને કંઈ ભાનસાન છે કે નહીં. આ હોટલ છે. તારું ઘર નથી. ને મને બોલવાનો તને અધિકાર નથી. હું ક્યાં જાઉં ને કોને મળું એ તારે નક્કી કરવાનું નથી. હું મર્યાદામાં છું ત્યાં સુધી નહિંતર....
એ વખતે કિરણ એના ઈન્સ્પેકટર ફ્રેન્ડને મેસેજ કરે છે કે જલ્દી હોટલ પર આવી જા. તારી મદદની જરૂર છે.
ઝંખનાની વાત સાંભળીને રાકેશ ગુસ્સો કરે છે. ટેબલ પર પડેલો કાચનો ગ્લાસ જમીન પર ફેંકી દે છે.
હોટલમાં જોરથી અવાજ આવવાથી બધાની નજર રાકેશ અને ઝંખના તરફ જાય છે.
વેઈટર દોડતો આવે છે. પણ રાકેશ એને ધક્કો મારીને પાડી દે છે.
રાકેશ..
ઝંખના,તને કેટલી વખત કહેવાનું. આ યુવાન તારા જીવનમાં આવ્યો છે ત્યારથી તું મારાથી દૂર થતી જાય છે.
ઝંખના.
મેં તને ઘણા વખતથી ડાયવોર્સ આપ્યા છે. કિરણને બે દિવસથી જાણું છું. હું મારા ભાઈ મનન માટે વાતચીત કરવા આવી છું. મારે તને સફાઈ આપવાની જરૂર નથી. તું અહીંથી ચાલ્યો જા. નહિંતર પોલીસને ફોન કરું છું.
કિરણ..
મિસ્ટર તમે ખોટી મગજમારી કરો છો. હું મારી બહેન માટે આવ્યો છું.ઝંખના પર શંકા કરવાની જરૂર નથી. હું એને બીજી વખત મળી રહ્યો છું.
રાકેશ..
એટલે આ બધાનું મૂળ તું છે. પહેલા હું ઝંખનાને જોઈ લઉં પછી તને. જેવો તું હોટલની બહાર નીકળીશ એવો તું માર ખાવાનો છે.
આટલું બોલીને રાકેશે ખિસ્સામાંથી પિસ્તોલ બહાર કાઢી.
હોટલમાં બૂમાબૂમ શરૂ થઈ ગઈ.
રાકેશના બે માણસો હોટલમાં આવી ગયા. પણ હોટલના વેઈટરોએ એમને પકડી લીધા.
રાકેશના હાથમાં પિસ્તોલ જોઈને ઝંખના બોલી..
આ શું કરે છે રાકેશ. તું ગાંડો થઈ ગયો છે? તારી આ હરકત તને ભારે પડશે.
રાકેશ હસ્યો.. બોલ્યો..
જે થવાનું હશે એ થશે.પહેલા કોને મારું એ વિચારી રહ્યો છું. તને કે પછી આ યુવાનને. ન રહેગા બાંસ ન રહેગી બાંસુરી.
( રાકેશ શું કરશે? પિસ્તોલની ગોળી કોને મારશે? અંત શું હશે? મારી ધારાવાહિક વાર્તા 'સિંગલ મધર ' ગમી હોય તો પ્રતિભાવ આપવા વિનંતી છે.)
- કૌશિક દવે