"સિંગલ મધર"
( ભાગ -૮)
કિરણ ખોટા ઈમેલ માટે હાઈસ્કૂલમાં ટીચર ને મળે છે.અને સ્પષ્ટતા કરે છે કે રૂહીના પિતા એ નથી. કિરણ અપરણિત છે.
હવે આગળ..
કિરણ:-' હું સરકારી ઓફિસમાં જોબ કરું છું. પણ.. પણ આજે ખાસ આ કામ માટે અડધા દિવસની રજા લીધી હતી.પણ હવે લાગે છે કે આખા દિવસની રજા મૂકવી પડશે.'
ઝંખના મેડમ:-' આપનો ખૂબ ખૂબ આભાર માનુ છું. મારાથી ખોટો ઈમેલ થયો હતો. હું ટેન્શનમાં હતી એટલે.'
કિરણ:-' હા..એ મને ખબર પડી. હવે હું જાઉં છું. પાછો ફરીથી ઈમેલ ના કરતા.'
ઝંખના એ સ્મિત કર્યું.
બોલી.. હવે એવું નહીં થાય. પણ જતાં પહેલાં મને કહો કે મારી ડોક્ટર એકતાને કેવી રીતે ઓળખો છો?
કિરણે સ્મિત કર્યું.
બોલ્યો.. કાલે પણ મારી મુલાકાત આપની દાઈ બહેન અને એકતા સાથે થઈ હતી. તેઓ મારી બાઈક સાથે અથડાઈ ગયા હતા. પછી એમને ડોક્ટર પાસે લઈ ગયો હતો ને ત્યાંથી ઘરે જવાની રિક્ષા કરી આપી હતી.
ઝંખના મેડમ..
ઓહ.. એટલે એ તમે હતા? દાઈએ મને કહ્યું હતું. તમે ઘણું સારું કર્યું હતું. આપનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.
કિરણ હજુ કંઈ બોલે એ પહેલાં કિરણના મોબાઈલની રીંગ વાગી.
કિરણે જોયું તો એની પ્રેમિકા મીના હતી.એણે કેમ કોલ કર્યો હશે? એની સગાઈ થઈ ગઈ છે. ને કદાચ મેરેજ પણ કરી દીધા હશે. કદાચ મેરેજ માટે ઈન્વીટેશન આપવાનું હશે. કોલ રિસીવ કરવો પડશે.
કિરણ ઝંખના મેડમ સામે જોઈને બોલ્યો..
એક મિનિટ એક કોલ આવ્યો છે.
આટલું બોલીને કિરણ રૂમમાં એક ખૂણા પર ઉભો રહ્યો ને કોલ ઉપાડ્યો.
હેલ્લો.. મીનું.. હવે મારું શું કામ છે?
સામેથી મીનાનો રડવાનો અવાજ આવ્યો.
મીનું તું કેમ રડે છે? શું થયું એ મને કહે. તું ખુશ તો છે ને!
મીનું રડતી હતી.
સ્વસ્થ બનીને બોલી..
કિરણ મને માફ કરજે. મેં હિરો છોડી દીધો હતો ને પથ્થર
ની પસંદગી કરી હતી. હું પસ્તાઈ રહી છું.
કિરણ..
પણ કહે તો ખરી શું થયું? તેં મેરેજ કરી લીધા હશે.તારો મંગેતર શ્રીમંત છે એવું જાણ્યું હતું, તો પછી તને જલ્સા હોય. મારી જેમ ફટીચર નથી.
મીનું.. તું આવું બોલીને મને વધુ દુઃખી કરી રહ્યો છે.
બીજી બાજુ મેઘના મેડમ કાન સરવા કરીને સાંભળી રહ્યા હતા.
એમણે ઝંખના મેડમને ઈશારો કરીને બતાવ્યું કે કંઈક લોચો થયો લાગે છે. આ ભલો માણસ કોઈ પ્રકરણમાં ફસાઈ ગયો હોય એવું લાગે છે.
કિરણ..
પણ કહે તો ખરી શું થયું? તેં મેરેજ કરી લીધા હશે.તારો મંગેતર શ્રીમંત છે એવું જાણ્યું હતું, તો પછી તને જલ્સા હોય. મારી જેમ ફટીચર નથી.
મીનું.. તું આવું બોલીને મને વધુ દુઃખી કરી રહ્યો છે.
કિરણ..
તું અને દુઃખી!..બની શકે જ નહીં.. તું હસમુખી..હસે ત્યારે તને જોવાનું મન થાય.. એમાં ને એમાં તારા પ્રેમમાં પડી ગયો. પણ મને ક્યાં ખબર હતી કે તને ફરવું છે જલ્સા કરવા છે. તારા માટે પ્રેમ એ ટાઈમ પાસ છે. એવું છેલ્લે હું તને મળ્યો હતો ત્યારે તું જ બોલી હતી. તું દુઃખી હોય એવું માનું જ નહીં. હવે તારે કેવા ટાઈમ પાસ કરવા છે? હું અત્યારે હાઈસ્કૂલમાં છું. ફોન કટ કરું છું.
મીનુ..
ઓહ.. હવે તું પણ મેણું માર્યા કર. મારી ભૂલ થઈ હતી. મને માફ કર. મેં તો મજાકમાં જ કહ્યું હતું કે ટાઈમ પાસ કરવા માટે જ તને પ્રેમ કરું છું. હવે મને ફીલ થાય છે કે પ્રેમ એટલે શું? પ્રેમ એટલે સમર્પણ.. તું ખરેખર મને પ્રેમ કરતો હતો ને કદાચ અત્યારે પણ કરે છે.એટલે તો મારો કોલ આવતા જ તે ઉપાડી લીધો. એ વખતે મને હાશ થઇ હતી. એ વખતે મને લાગ્યું કે પ્રેમમાં કેવી તાકાત હોય છે.
કિરણ..
સારું સારું.. હવે મુદ્દાની વાત કર. મારે મોડું થાય છે. હજુ મારે આચાર્યને મળવું છે.
મીનુ..
એટલે કોના માટે હાઈસ્કૂલમાં ગયો છે? શું તારી સગાઈ થઈ ગઈ છે? કોઈ ટીચર છે? મને મેસેજ પણ ના કર્યો? મેરેજમાં બોલાવીશ તો હું આવીશ. મારે પણ તારી પસંદગી જોવી છે.
કિરણને શા માટે હાઈસ્કૂલમાં આવ્યો છે એ કહેવું નહોતું.
એને થયું કે આ હાઈસ્કૂલમાં પ્રાઈવેટ વાતો કરવી હિતાવહ નથી. કોલ કટ કરવા માટે કોઈને કોઈ બહાનું કાઢવું પડશે.
આ બંને ટીચરો વાતો સાંભળી રહ્યા હોય એવું લાગે છે.
કિરણે ખાલી ખાલી.. હેલ્લો હેલ્લો કરવાનું શરૂ કર્યું.
સામેથી મીનુનો અવાજ.. મને તારો અવાજ સંભળાય છે. બોલ તું. શું કહેવા માંગે છે.
ફરીથી કિરણે હેલ્લો હેલ્લો કહીને બબડ્યો...
કદાચ નેટવર્ક પકડાતું નથી..
પણ મને સંભળાય છે..મીનુનો અવાજ સંભળાયો..
મને સંભળાતું નથી. નેટવર્ક પ્રોબ્લેમ છે.
આટલું બોલીને કિરણે કોલ કટ કરી દીધો.
પછી કિરણે ધીમું સ્મિત કર્યું.
આ જોઈને ઝંખના મેડમ અને મેઘના મેડમે એકબીજા સામે જોયું.
ઝંખના મેડમ..
કિરણ.. તમે આચાર્યને મળવા માટે ના જશો. મેં મારી ભૂલ માટે માફી માંગી છે. આચાર્ય મને ધમકાવશે ને કેટલું બધું બોલશે. હું ટેન્શનમાં હતી એ તમને કહ્યું હતું.
( કિરણ શું કરશે? કિરણ ઝંખના મેડમને રાકેશની વાતો કહેશે? આચાર્ય ને મળશે?)
- કૌશિક દવે