Single Mother - 5 in Gujarati Adventure Stories by Kaushik Dave books and stories PDF | સિંગલ મધર - ભાગ 5

Featured Books
Categories
Share

સિંગલ મધર - ભાગ 5

"સિંગલ મધર"
( ભાગ -૫)

કિરણે પોતાના પર આવેલા ખોટા ઈમેલ માટે ફરિયાદ કરવા હાઈસ્કૂલમાં જવા નીકળી ગયો.

રસ્તામાં એણે જોયું તો પાંચ છ માણસો તમાસો જોતા હતા અને વિડિયો ઉતારી રહ્યા હતા.
કિરણને બચાવો બચાવોનો અવાજ સંભળાયો.

કિરણોનું ધ્યાન એ તરફ ગયું જ્યાંથી અવાજ આવ્યો હતો.
એ જગ્યાએ જ લોકો વિડિયો ઉતારી રહ્યા હતા.

કિરણને લાગ્યું કે કોઈ શોર્ટ ફિલ્મ બની રહી હશે.
એ એણે બાઈક સાઈડ પર કરી.
ને જોવા માટે નજીક ગયો.
જોયું તો એ એક આધેડ મહિલાના હાથમાં નાની બેબી હતી અને એના હાથમાંથી એ બેબીને છીનવવા માટે એક યુવાન કોશિશ કરતો હતો. લોકો તમાસો જોઈ રહ્યા હતા પણ મદદરૂપ થતા નહોતા.
કિરણનું ધ્યાન એ બેબી અને મહિલા પર ગયું.
ઓહ્... આ એજ બેબી અને મહિલા છે જે મારી બાઈક સાથે અથડાઈ હતી.
કિરણને લાગ્યું કે ચોક્કસ ગડબડ છે. કોઈ કિડનેપ છે ને લોકો બચાવતા નથી.. તમાસો જોયા કરે છે.

મારે મારી ફરજ બજાવવી પડે. નિર્દોષને બચાવવા પડે.

કિરણે પેલા યુવાનના હાથમાંથી એ બેબી મને છોડાવી. એ યુવાનને એક ફેંટ મારી દીધી.
તરત જ પેલો યુવાન ગુસ્સે થઈ ગયો.બોલ્યો..અમારી બાબતમાં તારે પડવું નહીં. આ ઘરેલુ મામલો છે. આ બેબી મારી છે. એનું નામ એકતા છે. હું રાકેશ એનો પિતા છું. આ દાઈ મને મારા બાળકને મળવા દેતી નથી.

આ સાંભળીને કિરણ થોડો શાંત થયો.
એણે દાઈ માં તરફ જોયું.
બેબી ગભરાઈ ગયેલી હતી અને રડતી હતી.

દાઈ માતા પણ ગભરાઈ ગયેલી હતી.
એ આધેડ મહિલા બોલી.. સાહેબ... આ માણસ રાક્ષસ જેવો છે. એ જબરજસ્તી કરીને બેબીને ઉઠાવવા માટે આવ્યો છે. બેબીને દવાખાને લઈ જઈ રહી હતી. એ મારો પીછો કરતો અહીં સુધી આવ્યો ને બેબીને છીનવવા માંગે છે. મેડમે મને જણાવ્યું હતું કે બેબીને કોઈ ઉઠાવગીર ઉઠાવી જવા માટે આવે તો સાવચેતી રાખવી. આજ ઉઠાવગીર લાગે છે. આ માણસ અને મેડમના સંબંધો સારા નથી. આ માણસ મેડમને ફોન કરીને હેરાન કરે છે. અમને બચાવો.

તરત જ કિરણ બોલ્યો.. માજી, તમે ચિંતા ના કરો. હું પોલીસને ફોન કરું છું. આ વિસ્તારના પોલીસ ઇન્સ્પેકટર મને ઓળખે છે.

કિરણની વાત સાંભળીને દાઈ માતાની ચિંતા ઓછી થઈ. લોકોને વાસ્તવિકતા જાણ થતાં એ યુવાન રાકેશને મારવા દોડી ગયા.
પરિસ્થિતિ વિપરીત થતાં જ રાકેશ ભાગી ગયો.
જતા જતા કિરણ તરફ જોઈને બોલ્યો કે હું તને જોઈ લઈશ.

કિરણે કહ્યું કે ચાલો હું દવાખાને લઈ જાઉં છું ને તમારા ઘરે મૂકી આવું છું.

દવાખાને જતા કિરણે બેબી એકતાની મમ્મીનું નામ પૂછ્યું.
તો જાણવા મળ્યું કે એનું નામ ઝંખના છે.અને જીવન પ્રભાત હાઈસ્કૂલ માં ટીચર છે.

આ સાંભળીને કિરણ ચોંકી ગયો.
ઓહ..આજ હાઈસ્કૂલમાં જવાનું છે. ને ઝંખના મેડમને મળવાનું છે.
વાતવાતમાં જાણી લીધું કે ઝંખના મેડમ સિંગલ મધર છે. એમણે રાકેશના ખરાબ સ્વભાવ ના કારણે છુટાછેડા લીધા છે. બેબીની જવાબદારી સ્વીકારી લેવા માંગતો નહોતો. હવે એ બેબીને છીનવીને મેડમ પાસેથી રૂપિયા પડાવવા માંગતો હોય એવું લાગે છે. એ માણસ કામધંધા વગરનો છે. મેડમના પૈસે લીલાલહેર કરવા માંગે છે. મેડમે બહુ તકલીફો ઉઠાવી છે.

કિરણને ઝંખના અને બેબી પ્રત્યે દયાની લાગણી થઇ.

થોડીવારમાં ડોક્ટરને બતાવીને કિરણે દાઈમાતા અને બેબીને એમના ઘરે મૂકી આવ્યો.
કિરણને મોડું થઈ રહી હતું.
વિચાર્યું કે હવે ઓફિસમાં અડધી રજા મૂકીશ કે પછી આખી રજા મૂકીશ.પણ હાઈસ્કૂલમાં જવું છે.ને ઈમેલ બાબતે તેમજ બેબી એકતા માટે પણ‌ ઝંખના મેડમને મળવું પડશે જ.
એક રજા મૂકીશ તો પણ વાંધો નથી. કોઈનું સારું થાય તો આપણું પણ સારું થશે એવું મમ્મી કહેતી હતી.

કિરણ જીવન પ્રભાત હાઈસ્કૂલ જવા રવાના થયો.
--------

ઝંખના ટીચર્સ રૂમમાં બેઠી હોય છે ત્યારે બીજી ટીચર આવીને કહે છે કે તમારી બેબીની તબિયત કેવી છે? સિંગલ મધર તરીકે જીવવું આકરું છે. ઘરમાં કોઈને કોઈ જોઈએ જ. તમે જોબ કરો છો. ઉંમર બહુ નથી.તો સારો યુવાન જોઈને મેરેજ કરી લે. આ દુનિયામાં એકલા જીવવું અઘરું છે. એમાં એક યુવાન દેખાવડી યુવતી માટે ખાસ. બધાની લોલુપ નજરથી બચવું મુશ્કેલ છે.

આ સાંભળીને ઝંખનાએ સ્મિત કર્યું.
બોલી..મેઘના ટીચર...બેબીની તબિયત સારી છે. એની ચિંતા રહ્યા કરે છે. એ બહુ નાની છે એટલે એક બાઈ રાખી છે. હું હાઈસ્કૂલ આવવા નીકળું એ પહેલાં એ બાઈ આવી જાય છે.‌બેબીની કાળજી રાખે છે. 

મેઘના ટીચર બોલ્યા.. મેં જે કહ્યું એ પર વિચાર કર. આજકાલ ઘણા પુરુષો બેબી સાથે ની દેખાવડી યુવતી સાથે મેરેજ કરવા તૈયાર થઈ જાય છે. ને તું તો જોબ પણ કરે છે. તું કહેતી હોય તો તારા માટે યોગ્ય પાત્ર શોધવા માંડુ.

ઝંખના બોલી.. મારા માટે સારું ઈચ્છવા બદલ ધન્યવાદ. પણ મને લાગતું નથી કે એવો કોઈ યુવાન હોય. મોટી મોટી વાતો કરનારા ઘણા હોય છે પણ સાથે બેબી ગર્લ લઈ ને આવે એવી યુવતીને પસંદ કરતા નથી. કે પછી પસંદ કરનાર મળે તો પણ જીવનભર સાથ આપવા તૈયાર થઈ જાય છે કે નહીં એની કોઈ ખાતરી નથી હોતી. મારી બેબી મોટી થતાં અભ્યાસનો ખર્ચો પછી મેરેજ નો ખર્ચો એ ઉપાડવા કોઈ વિરલો જ મળે. લાખોમાં એક હોય તો. ને મને લાગતું નથી કે એવો કોઈ હોય.

મેઘના ટીચર...તો પછી મેરેજ કરવા માટે વિચાર તો આવતા હશે. પાછલી જિંદગીમાં એક સહારો જોઈએ. ને એવો સહારો સાથી વગર ના મળે. સખી કે મિત્રો ક્યાં સુધી? તારી બેબી મોટી થયા પછી મેરેજ કરી લે પછી પાછલી ઉંમરે તારી દેખભાળ માટે કોણ? બિમારી થાય ત્યારે કોણ સેવા કરે..તારે આ બધા પર વિચારવું જોઈએ. જોઉં છું... તારા માટે કોઈ યોગ્ય પાત્ર મળે તો.

ઝંખનાએ વાત હસી કાઢી.

મેઘના ટીચર હસતા હસતા બોલ્યા...આ હસી કાઢવા જેવી વાત નથી.. ગંભીર બનીને વિચારી જોજે..
નથી આ જીંદગી આસાન, જમાનો છે કાતિલ 
સિંગલ મધરની જીંદગીમાં, તોફાન જ તોફાન છે..

આ સાંભળીને ઝંખના બોલી.. બહુ સરસ બોલી રહ્યા છો. હસવામાં નથી લેતી. મને ખબર છે કે સિંગલ મધરની તકલીફો બાબતે. જોઈએ કોઈ મારી બેબીને સ્વીકારી લે....

ઝંખનાએ વાક્ય અધૂરું રાખ્યું.

એટલામાં પ્યુન આવ્યો.
બોલ્યો.. ઝંખના મેડમ તમને મળવા માટે કોઈ વાલી આવ્યા છે.એ કહે છે કે એમને ઝંખના મેડમને મળવું છે.
( આવનાર વાલી ઝંખના મેડમને કેમ મળવા માંગે છે? શું ઝંખના મેડમ માટે મેઘના મેડમ કોઈ યોગ્ય યુવક શોધી લાવશે?)
- કૌશિક દવે