"સિંગલ મધર"
( ભાગ -૨૭)
તું કંઈક કરીશ તો હું કંઈક કરીશ,
તું જે પગલાં ભરીશ, હું આગળ વધીશ.
તારી પહેલ રહેશે, યાદ રાખવા લાયક,
એ રીતે ચલો, તો હું કંઈક કરીશ.
------
કિરણ અને ઝંખના હોટલમાં મળે છે એ વખતે ઝંખનાનો એક્સ હસબન્ડ પિસ્તોલ સાથે આવે છે.
રાકેશ હસ્યો.. બોલ્યો..
જે થવાનું હશે એ થશે.પહેલા કોને મારું એ વિચારી રહ્યો છું. તને કે પછી આ યુવાનને. ન રહેગા બાંસ ન રહેગી બાંસુરી.
કિરણ..
ઝંખનાનો કોઈ વાંક નથી. અમારી બીજી મુલાકાત છે પણ તું જુદું સમજી બેઠો છે. જો તું કહીશ તો હું જતો રહીશ. ઝંખના તારી બેબીની માતા છે. એક સિંગલ મધર પર દયા તો રાખ. તારા મગજ પર પાગલપન સવાર છે.ને શંકાશીલ છે.
રાકેશ..
બસ હવે ચૂપ રહીશ. તને પૂછ્યું છે? મને મારી બેબી સોંપી દે એટલે હું તમને બંનેને છોડી દઈશ. પછી તમારે જે કરવું હોય એ કરો.
ઝંખના ગુસ્સે થઈ.
બોલી..
જવાબદારી ઉપાડવા માંગતો નથી. પિસ્તોલ બતાવીને ડરાવે છે? હું મારા ભાઈ ની સગાઈ માટે કિરણને મળવા માટે આવી છું. એની બહેન મારા ભાઈને પ્રેમ કરે છે.
રાકેશ હસ્યો...
એટલે સાળા ભાઈ પણ પ્રેમ કરતો થયો. ભાઈ બહેને ખેલ સારો શરૂ કર્યો છે. લાગે છે કે આ યુવાન ભોળો છે. તને અને તારા ભાઈને ઓળખતો નથી. હવે તો તને જ ગોળી મારું. પછી મારું જે થાય એ.
આ વાતચીત ચાલતી હતી એ વખતે મીનું હોટલમાં દાખલ થઈ.
એને ચિંતા થવા લાગી કે આ પાગલ માણસ કદાચ કિરણને ગોળી મારી દે તો? એમનો જે પ્રોબ્લેમ હોય એ.
એ વખતે હોટલમાં એક ચાલાક વ્યક્તિ હતો. એણે બૂમ પાડી.
એ પોલીસ આવી પહોંચી છે. આ પાગલને પકડી લો.
રાકેશનું ધ્યાન હોટલના દરવાજા તરફ ગયું.
આ તકનો લાભ લઈને કિરણ રાકેશ પાસેની પિસ્તોલ ઝૂંટવી લેવા માટે ગયો.
પણ ચાલાક રાકેશે કિરણની હરકત જોઈ લીધી.
રાકેશે કિરણને જોરથી ધક્કો મારી દીધો.
કિરણ ટેબલ સાથે અથડાઈને પડી ગયો.
ઝંખના આ જોઈને કિરણ તરફ દોડી.
રાકેશે ઝંખનાનો હાથ પકડીને ધક્કો મારી દીધો.
બોલ્યો...
મને ખબર હતી જ. એટલે તારો પીછો કરતો હતો. આ યુવાન પર પ્રેમ છે એટલે એને બચાવવા માટે દોડી. ને હું તારો હસબન્ડ છું છતાં પણ તને મારા પર લાગણી નથી. આપણી એકતા માટે પણ તું મારી સાથે રહેવા માટે તૈયાર થઈ જા.
ઝંખના...
હરગીઝ નહીં.
બીજી બાજુ કિરણ ઉભો થવા જતો હતો.એ વખતે રાકેશે એને જોયો.
હવે તને જ પહેલો મારવો પડશે.
આટલું બોલીને રાકેશે કિરણને પિસ્તોલની ગોળી મારી.
એ સાથે જ એક મોટેથી ચીસ પડી.
હોટલમાં ચીસાચીસ થવા લાગી.
ઝંખનાની આંખો બંધ થઈ ગઈ હતી.
આંખોમાં ઝળહળીયા આવી ગયા હતા.
ને એણે કોઈ લેડિઝનો અવાજ સંભળાયો.
જોયું તો ગોળી કોઈ યુવાન છોકરીને વાગી હતી.
હોટલમાં આવેલા બે સશક્ત યુવાનોએ રાકેશને પકડી લીધો.
એટલામાં હોટલમાં પોલીસ આવી પહોંચી.
એ યુવાન છોકરી કિરણના હાથમાં હતી.
અચાનક શું બની ગયું એ ઝંખનાણણને ખબર પડી નહીં.
આ યુવતી અચાનક કિરણને બચાવવા માટે ક્યાંથી આવી હતી?
કિરણે એ યુવતીને પોતાના ખોળામાં સુવાડી દીધી હતી.
યુવતીની છાતીમાંથી લોહી નીકળી રહ્યું હતું.
કોઈએ એમ્બ્યુલન્સને બોલાવવા માટે કોલ કર્યો.
કિરણની આંખોમાં આંસું આવી ગયા.
કિરણ..
મીનું તું કેમ વચ્ચે આવી હતી? હું મારી રીતે સામનો કરતો. મેં તને હોટલમાં આવતી જોઈ હતી. તું મારો પીછો કરતી હતી? ને તેં બલિદાન આપી દીધું?
મીનુંના આંખોમાં આંસું આવી ગયા.
બોલી..
આ બલિદાન નથી ગાંડા.આ તારા પ્રત્યેનો પ્રેમ છે. પ્રેમ શું છે એ મને મોડા મોડા સમજાઈ ગયું. તારી એકતા સાથે રહેવા હું તૈયાર હતી. એટલે એ વાત કહેવાની હતી. એકતા ક્યૂટ છે. હું એને રૂબરૂ મળીને આવી છું. એ તને પપ્પા માને છે. તું યોગ્ય છે. તારા માટે હું નહીં પણ ઝંખના દીદી જ યોગ્ય છે. હું ઘણી સ્વાર્થી બની હતી.
કિરણે મીનું ને બોલતા અટકાવી દીધી.
બોલ્યો..
તું બોલ નહીં. તને તકલીફ પડી રહી છે. તને જલદી હોસ્પિટલમાં દાખલ કરવી છે. બીજી વાતો પછી કરીશું. પણ તને બચાવવી જરૂરી છે.
મીનું એ ઝંખના ને ઈશારો કરીને પોતાની પાસે બોલાવી.
ઝંખનાનો હાથ કિરણના હાથમાં સોંપીને બોલી.
મારી અનામત તમે સાચવજો દીદી. મારી ભૂલ મને મોડી મોડી સમજમાં આવી છે. કિરણ લાગણીશીલ છે. એની લાગણી સાથે મેં બહુ રમતો કરી છે. એકતાને મારા વતી વ્હાલ કરજો. હવે મારો સમય પૂરો થવા આવ્યો છે. અલવિદા..
આટલું બોલીને મીનું એ દેહ છોડી દીધો.
કિરણની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.
એટલામાં એમ્બ્યુલન્સ વાન આવી.
ડોક્ટર આવ્યા ને ચેક કરી ને કહ્યું કે મીનું મૃત્યુ પામી છે.
રાકેશને પોલીસ પકડીને લઈ ગઈ.
બે મહિના પછી ઝંખના અને કિરણે સાદગીથી લગ્ન કરી લીધા.
એ પછી એક મહિના પછી વ્યોમા અને મનનના લગ્ન થઈ ગયા.
"સિંગલ મધર " ધારાવાહિક વાર્તા પૂરી થઈ છે. મારા વાચકોનો સહકાર બદલ ખૂબ ખૂબ આભાર માનુ છું.
- કૌશિક દવે
સિંગલ મધરની તકલીફ ન જાણે,
ખોટી ખોટી ટીકાઓ કરી જાણે.
દુનિયાની નજરોમાં તે ક્યાં ઠરી શકે,
એકલતાનું દુઃખ, મનમાં પડી રહે.
બદલાતા જતા આ સમાજમાં,
સિંગલ મધરને સમાજ જાણે,
કેટલી મુશ્કેલીઓ તે સહન કરે,
પણ સમજવાનો પ્રયત્ન કોઈ ન કરે.
પુત્ર-પુત્રીને ઉછેરવાની જવાબદારી,
એકલતાનો સંઘર્ષ, અન્યાયની પીડા,
આ બધુ સહન કરીને તે આગળ વધે,
સમાજની ટીકાઓનું દુઃખ સહન કરે.
સમજો આ વાતો, સિંગલ મધરની વાતો,
સિંગલ મધરનું દુઃખ ના ભૂલો ક્યારેય,
પ્રેમ અને સમર્થન આપો તેમને,
સાચી દિશામાં વધવામાં મદદ કરો તમે.
- કૌશિક દવેના જયશ્રી કૃષ્ણ 🙏