"સિંગલ મધર"
( ભાગ -૧૯)
ઝંખના મેડમ નો ફોન કિરણ પર આવે છે. વાતવાતમાં બંને એકબીજાને કહે છે કે તમે મને તું કહેશો તો ચાલશે.
કિરણના હ્રદયમાં ઝંખના માટે લાગણી પેદા થાય છે.
હવે આગળ..
કિરણ..
સારું ત્યારે તમે બીજું શું કહેવા માંગતા હતા?
ઝંખના..
ઓહ.. હજુ પણ.. તમે! ચાલો હવે મુદ્દાની વાત કરું છું. હું તને મળવા માંગુ છું.
કિરણ આ વાત સાંભળીને ખુશ થઈ ગયો.
એણે વ્યોમા તરફ જોયું.
કિરણ..
સારું પણ હાઈસ્કૂલની વાત કરવી હોય તો હું નહીં આવું.
ફરીથી સોરી બોલવું નહીં.
ઝંખના..
સારું..પણ કામ પર્સનલ છે. મારા ભાઈ મનન વિશે વાત કરવા માંગુ છું.
કિરણ..
ઓકે.. બેબીની તબિયત સારી છે ને? રાકેશ દ્વારા કોઈ પરેશાની નથી ને!
ઝંખના..
આટલી વાત કરી લીધી પછી બેબીની તબિયત વિશે પુછો છો? બેબી તમને યાદ કરે છે. મારા મમ્મી પપ્પા મારા ઘરે રહેવા આવી ગયા છે. સાથે મારો ભાઈ પણ.
કિરણ..
ગુડ.. તમારા વિસ્તારના પીએસઆઇ મારા મિત્ર છે એટલે ચિંતા કરવી નહીં. હવે બોલો. તારા ભાઈ મનન વિશે.
ઝંખના..
મારો ભાઈ પણ ગજબ છે. એને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે પણ એને કહેવાની હિંમત થતી નથી. તમે મદદ કરી શકો એમ છો.
કિરણ..
ઓહ.. એટલે મારે મદદરૂપ થવાનું છે? તમે મદદ કરી શકો છો.
ઝંખના..
ઓહ.. હું ભૂલી ગઈ હતી. મારા ભાઈને જે છોકરી સાથે પ્રેમ થયો છે એ છોકરી તારી સીસ્ટર છે. નામ વ્યોમા. તારી બહેને આ વિશે વાત કરી જ નથી? તમે એને પૂછી જુઓ તો મને ખબર પડે કે વાત આગળ કરવી કે નહીં. હવે મારા માતા પિતા પણ ઉંમર લાયક છે. ઘરમાં એક ભાભી આવી જાય એવું હું ઈચ્છું છું.
કિરણ..
સારું..પણ એને પ્રેમ બ્રેમ હોય એવું લાગ્યું નથી. એ તો સાવ મણી બહેન છે. એને કોઈ પ્રેમ ગીત આવડતા નથી. ચોપડીઓ વાંચવામાંથી ઉંચી આવતી નથી. એના મનની વાત કેવી રીતે જાણું? તમે કોઈ રસ્તો બતાવો.
ઝંખના મુંઝાણી.
બોલી..
ઓહ.. મને શું ખબર? તારી બહેનને મળી નથી. એમ કર તું જ એને મારા ઘરે લઈ ને આવ. મારું ઘર જોયું જ છે.
કિરણ..
ના..ના.. એમ ના કરાય. હજુ એની પસંદગી જાણવાની બાકી છે. હું એને આડકતરી રીતે પૂછીશ.
ઝંખના..
એ કેવી રીતે? આડકતરી એટલે?
કિરણ..
હજુ ના સમજ્યા? તમે ટીચર છો તમને સમજાવતા આવડે. કોઈના પ્રત્યે લાગણી હોય પ્રેમ હોય તો ખબર પડી જાય.
ઝંખના..
હું સમજી નહીં પણ સમજવા પ્રયત્ન કરીશ. હવે હું કહું છું એ સાંભળ. હું મારી એકતા મારા ભાઈને દત્તક આપવાની નથી. એટલે વ્યોમાને કહેજે કે એ બાબતે ચિંતા ના કરે.
કિરણ..
તો એકતા મને દત્તક આપી દો. તમારે પણ ચિંતા નહીં.
ઝંખના..
તમે મારી મજાક કરો છો? હું એકતાની મમ્મી છું. એમ અપાય નહીં. સિંગલ મધર તરીકે એને સાચવી શકું છું.
કિરણ..
ને હું તમને મદદરૂપ થાઉં તો!
ઝંખના... કંઈ ના બોલી..
થોડીવારમાં બોલી..
હવે વધુ વાતચીત રૂબરૂમાં. આપણે આવતીકાલે સાંજે હોટલ રિલિફમાં મળીશું. હું તમને સમય કહીશ.
કિરણ..
આ હોટલ રિલિફ એટલે હોટલ સાવન પાસે છે એ જ ને!
ઝંખના..
હા..હા..એ.. એટલે તમે હોટલ સાવનમાં જાવ છો એટલે ખબર છે?
કિરણ..
હા.. ઘણી વખત.. આવતીકાલે સાંજે મારે તમને મળીને ત્યાં જ જવાનું છે.
ઝંખના..
ઓહ.. હું તારો સમય બગાડીશ. પણ આ અગત્યનું કામ છે. કદાચ તું કોઈને મળવા જવાનો હોઈશ. મારાથી પૂછાય નહીં પણ જાણવા માંગુ છું.
કિરણને થયું કે મીનુંની વાત કરાય નહીં.
કિરણ..
એક મિટિંગ છે. પણ આપણને મોડું થશે તો મેસેજ દ્વારા કેન્સલ કરી નાંખીશ. બહુ અગત્યનું કામ નથી બસ ટાઈમ પાસ.
ઝંખના..
હું સમજી ગઈ છું. આ ટાઈમ પાસ એટલે કોઈ છોકરીને મળવાના છો? હું તને જલદી છુટો કરીશ. ટુંકમાં વાતચીત કરીશું. તો આપણે આવતીકાલે સાંજે મળીએ.
( કિરણ અને ઝંખના હોટલમાં મળશે એનું રિઝલ્ટ શું આવશે? મીનું સાથેની મુલાકાત કેન્સલ થશે?)
- કૌશિક દવે