આખી પાટણનગરી ઉપર અંધકારનો પડછાયો પડી ગયો હતો. કોઈ જગ્યાએ કોઈ દુખિયું જાગતું હોય તો ભલે, બાકી તમામ માણસો નિંદ્રાની સુખભરી સોડમાં લપાઈ ગયાં હતાં. મધરાત પછીની એક બે પ્રહર રાત્રિ વીતી ગઈ હતી. પશુ, પંખી, ઝાડપાન, વૃક્ષવેલી, પાણી ડુંગર, મેદાન બધાં જ જાણે કે ગાઢ નિંદ્રામાં પડી ગયાં હોય તેમ કોઈ ઠેકાણેથી એક જરા સરખો પણ સંચળ આવતો ન હતો. સિદ્ધરાજ મહારાજનું વિશાળ સહસ્ત્રલિંગ સરોવર આંખો મીંચીને સૂઈ ગયું હતું. જેને કિનારે આડે દિવસે સામાન્ય રીતે કોઈ ને કોઈનો ધૂણીદેવતા જાગતો જ હોય, તેને કિનારે આજે એ તણખલું પણ સળવળતું ન હતું. બધે જ ગાઢ ઘારણ વળી ગયું હતું.
New Episodes : : Every Monday, Wednesday & Friday
રાય કરણ ઘેલો - ભાગ 1
ધૂમકેતુ ૧ પાટણપતિ આખી પાટણનગરી ઉપર અંધકારનો પડછાયો પડી ગયો હતો. કોઈ જગ્યાએ કોઈ દુખિયું જાગતું હોય તો બાકી તમામ માણસો નિંદ્રાની સુખભરી સોડમાં લપાઈ ગયાં હતાં. મધરાત પછીની એક બે પ્રહર રાત્રિ વીતી ગઈ હતી. પશુ, પંખી, ઝાડપાન, વૃક્ષવેલી, પાણી ડુંગર, મેદાન બધાં જ જાણે કે ગાઢ નિંદ્રામાં પડી ગયાં હોય તેમ કોઈ ઠેકાણેથી એક જરા સરખો પણ સંચળ આવતો ન હતો. સિદ્ધરાજ મહારાજનું વિશાળ સહસ્ત્રલિંગ સરોવર આંખો મીંચીને સૂઈ ગયું હતું. જેને કિનારે આડે દિવસે સામાન્ય રીતે કોઈ ને કોઈનો ધૂણીદેવતા જાગતો જ હોય, તેને કિનારે આજે એ તણખલું પણ સળવળતું ન હતું. બધે જ ગાઢ ...Read More
રાય કરણ ઘેલો - ભાગ 2
૨ પાટણની હવા પણ રાજા હજી પૂરેપૂરો જાગ્રત થયો ન હતો. જે દ્રશ્ય એણે જોયું હતું. તેની ઘેરી હજી પણ તેના મન પર ચાલી રહી હતી પળ બે પળ એ ધરતીની સામે એકીટશે જોઈ જ રહ્યો. પછી જાણે અચાનક નિંદ્રામાંથી જાગતો હોય તેમ બોલ્યો: ‘સોઢલજી! રાત્રિ કેટલીક ઘટિકા બાકી હશે?’ રાજાનો સોઢલજી ઉપર કૌટુંબિક જેવો પ્રેમ હતો. સોઢલજીને પણ રાજા કરણરાય સમાન કોઈ માનવી દેખાતો ન હતો. દ્વારપાલ કરતાં એ મહારાજના અંતેવાસી મિત્ર જેવો વધારે હતો. તેને રાજાની સામે જોતાં નવાઈ લાગી. તેણે હાથ જોડીને કહ્યું: ‘મહારાજ! રાત્રિ બેએક ઘટિકા બાકી હશે. કોઈને બોલાવવા છે પ્રભુ?’ પણ રાજા ...Read More
રાય કરણ ઘેલો - ભાગ 3
૩ રાજા પ્રતાપચંદ્ર એટલી વારમાં રાજા પ્રતાપચંદ્રને અનેક વિચાર આવી ગયા હતા. દુર્ગમ અને અણનમ રહેવા સરજાયેલી પોતાની દુર્ગમાળાના ખડકોમાં, વીર જોદ્ધા સમો એ એકલો અને અટંકી ઊભો હતો. પણ દેવગિરિના યાદવરાજ રામચંદ્ર જેવા નમી ગયા, પછી એની એ અણનમ ધજા કેટલી વાર ટકવાની? એ આંહીં પાટણમાં આવ્યો હતો એટલા માટે. પણ આંહીંની હવા જોઇને એનું મન ઉદાસ થઇ ગયું. આંહીં પણ અંદરોઅંદર ઝેરવેર હતાં. તુરુષ્ક દિલ્હીથી હવે જ્યારે નીકળશે ત્યારે સૌને રોળીટોળી નાખશે. આંહીં પાટણમાં અને રંગ હતા. કોઈ એક જમાનામાં ગુજરાતના મહામંત્રીઓ વસ્તુપાલ તેજપાલ* – દિલ્હીને વશ કરવામાં, સમાધાન મેળવવામાં ફાવી ગયા હતા, એ સિદ્ધિનું આકર્ષણ અત્યારના ...Read More
રાય કરણ ઘેલો - ભાગ 4
૪ ચંદ્રશાળા પ્રતાપચંદ્ર દેખાતો બંધ થયો કે તરત જ કરણરાયને પોતે ક્યાં ઊભો હતો તેનું તીવ્ર ભાન થઇ આવ્યું. જો ગૌરવ જાળવવું હોય, એણે જો પાટણને બચવવું હોય, એણે જે તુરુષ્કોનો જ્યારે એ આવે ત્યારે સામનો કરવો હોય તો એક પળ પણ એનાથી હવે ગુમાવાય તેવું ન હતું. તુરુષ્ક બળવાન હતો અને લોહી ચાખી ગયો હતો. દેવગિરિ પછી એ ગમે ત્યાં આવવાનો હતો. રાજાએ તાત્કાલિક નિર્ણય લેવાનો હતો. એ જે નિર્ણય લે તેના ઉપર પાટણનું ભાવિ લટકતું હતું. નમવું ને જીવવું, કે જુદ્ધ કરવું ને નષ્ટ કરવું. એ બે જ માર્ગ એની સમક્ષ હતા. પ્રતાપચંદ્રની વાતમાંથી એ વસ્તુ દિવા ...Read More
રાય કરણ ઘેલો - ભાગ 5
૫ મહારાણી કૌલાદેવી મહારાણી કમલાવતીનું બીજું નામ કૌલાદેવી. વધારે પરિચિત એ નામે જ હતી. અત્યારે એ આંહીં આવી તેમાં કોઈ નવાઈ ન હતી. એને ગળથૂથીમાથી એક વાત મળી હતી. એ રજપૂતાણી હતી, ને રજપૂતની સમશેરને એ વરી હતી! તેણે એક પરંપરા જોઈ હતી. રજપૂતોમાં કેસરિયાં કરવાની. રજપૂતાણીની જૌહર કરવાની. એના રોમેરોમમાં પણ એ જ અગ્નિ બેઠો હતો. તે કરણરાયની વાત જાણતી હતી. પાટણ હજી ગોઠવાઈ રહે તે પહેલાં જો તુરુષ્ક વાવંટોળની માફક અહીં આવી ચડે, તો કરણરાયને કેસરિયાં સિવાય બીજો કોઈ જ માર્ગ ન હતો. હા, બીજો માર્ગ હતો. દેવગિરિનાં યાદવનો. નમી પડવાનો – નાક કાપવાનો. એટલે તે ...Read More
રાય કરણ ઘેલો - ભાગ 6
૬ મોડાસાનો દુર્ગપતિ ‘મહારાજ! મને આ સ્વપ્નમાં, આ રેત સમંદરમાં, સંધ્યાટાણે એક સવાર આવતો દેખાયો. ‘એકલદોકલ, થાકેલો, હારેલો, ચીંથરેહાલ, એવા જ થાકેલા, હાંફેલા, મરવાના વાંકે જીવતાં, કેવળ હાડકાના હોય એવા, એક મુડદાલ ઘોડા ઉપર એ સવારી કરીને આવી રહ્યો હતો! આવું ભયાનક સ્થળ હતું, નમતી સંધ્યા હતી. અને એ એકલો આવી રહ્યો હતો. એ સવારી કરીને આવી રહ્યો હતો એમ પણ શું કહેવું? એ પોતાની છાતી ઉપર માથું ઢાળીને, ઘોડાની લગામને છોડી દઈને, રેસ્ટ સમંદરના એ ભયંકર રણમાં, અનેક સુક્કાં ઠૂંઠાંઓની વચ્ચે નિર્જીવ શુષ્ક રેત-ખડકોની વચ્ચે. જાણે કોઈ સ્થળે – ગમે તે સ્થળે, અટકી જવા માટે, ઢળી જવા માટે, ...Read More
રાય કરણ ઘેલો - ભાગ 7
૭ થોડો પૂર્વ ઈતિહાસ આ વ્યાપક અવિશ્વાસનું કારણ સમજવા માટે થોડાં વર્ષો પાછળ જવું પડે તેમ છે. માત્ર જ વર્ષ પહેલાં એક એવો જમાનો હતો, જ્યારે પાટણમાં રાણા વીરધવલ અને લવણપ્રસાદ જેવા સિંહાસન-ભક્તો બેઠા હતા. એમણે ધાર્યું હોત તો એ ગમે ત્યારે પાટણપતિ થઇ શક્ય હોત. પણ ધવલક્કના આ સ્વામિભક્ત રાણાઓ રાણાઓ જ રહ્યા. સામંતપદમાં જ સંતોષ માણી રહ્યા. એ વખતે પાટણની ગાતી ઉપર અપ્તરંગી ભોળા ભીમદેવનું શાસન હતું એ બહાદુર રણયોદ્ધાએ પૃથ્વીરાજ ચૌહાણ જેવા સાથે યુદ્ધ કર્યું હતું. અજમેરના સોમેશ્વર જેવા સાથે યુદ્ધ કર્યું હતું. ઘોરી જેવાને હાર આપી હતી. ગુલામવંશી કુતબુદ્દીન જેવાને યુદ્ધ આપ્યું હતું. એણે ...Read More
રાય કરણ ઘેલો - ભાગ 8
૮ છેલ્લી સવારી કેટલીક વખત માણસને, નગરને કે દેશને સ્વપ્ને પણ ખ્યાલ હોતો નથી કે જે ભવ્ય મહોત્સવ જોઈ રહેલ છે, તે એને માટે છેલ્લો મહોત્સવ છે, છેલ્લો! ત્યાર પછી એવો પ્રસંગ એને ત્યાં કોઈ દિવસ આવવાનો નથી. પાટણ નગરીને પણ ખ્યાલ ન હતો. પ્રભાતમાં જ્યારે પાટણનું ચતુરંગી વિજયકટક સહસ્ત્રલિંગ સરોવરના મેદાનમાં ખડું ઊભું રહ્યું, સેંકડોની હાથીસેના ત્યાં આવી, હજારો ઘોડેસવારની હેવળથી ધરતી ગાજી ઊઠી. રણશિંગા ફૂંકાયા, શંખનાદ ઊપડ્યા, તૂરી, ભેરી, નોબત, ઢોલ, ત્રાંસા, શરણાઈઓ જાગી જ્યારે ચારણ ભાટ, બંદીજનોએ મહારાણી નાયિકાદેવીની રણકથા ઉપાડી. મહમ્મદને ઊભી પૂંછડીએ આબુની પહાડમાળામાંથી કાઢી મૂક્યો હતો એની રણગીતાવલિ હવામાં બેઠી થઇ, ત્યારે ...Read More
રાય કરણ ઘેલો - ભાગ 9
૯ કાંધલ દેવડો કદાવર પહાડ સમો આ આદમી કોણ છે ને ક્યાંથી આવ્યો છે, એ જાણવા માટે સૌ થઇ ગયા. ત્યાં તો મહારાજના સાંનિધ્યમાં આવતાં બે હાથ જોડીને એ પોતે જ બોલ્યો: ‘મહારાજ! હું ઝાલોરગઢથી આવું છું. મારે અગત્યનો સંદેશો આપવાનો છે!’ ઝાલોરગઢનું નામ સાંભળતાં સૌ ચમકી ગયા. ઝાલોરગઢથી આવનાર માણસ કાંઈક ઘણા અગત્યના સમાચાર લાવતો હોવો જોઈએ. કાં ઝાલોર નડૂલને પડખે મેવાડ સામે યુદ્ધે ચડ્યું હોય કાં કોઈકનો ભય આવ્યો હોય. રાય કરણરાયને એની વાત અગત્યની લાગી. તરત એને પૂછ્યું: ‘તમને કોણે મોકલ્યા છે? શું તમારું નામ?’ ‘ઝાલોરપતિ કાન્હડદેવ મહારાજનો હું સંદેશવાહક છું મહારાજ! મારું નામ કાંધલ ...Read More
રાય કરણ ઘેલો - ભાગ 10
૧૦ મહારાણીની પ્રેરણા કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણરાય વિચારમાં પડી ગયો. નડૂલના ચૌહાણ પાટણ સાથે વર્ષોથી મૈત્રી જાળવતા આવ્યા હતા. ઝાલોરગઢનો સોનગરો ચૌહાણ કાન્હડદે એનો જ ભાયાત હતો. એનું વીરત્વ જાણીતું હતું. દિલ્હીને એ રસ્તેથી એ આ બાજુ નહિ ઢળવા દે, એ લગભગ ચોક્કસ હતું. હઠીલા જુદ્ધ સિવાય એ રસ્તો તુરુષ્ક માટે બંધ થઇ ગયો હતો. પણ મેવાડ ને નડૂલ, સારંગદેવ મહારાજના સમયમાં એક વાત માટે લડ્યાં હતાં. ચંદ્રાવતી માટે. આરસની એ સ્વપ્નનગરીનો બંનેને મોહ હતો. અર્બુદગિરિમંડળનું બંનેને આકર્ષણ હતું. જ્યાં એક વખત અર્બુદમંડળમાં પરમાર ધારવર્ષદેવ જેવા ગુજરાતના સમર્થ દ્વારપાલ થઇ ગયા, ત્યાં આજે કોઈ ધણીધોરી ન ...Read More
રાય કરણ ઘેલો - ભાગ 11
૧૧ સિંહભટ્ટ થોડી વારમાં જ ત્યાં એક મધ્યમ કદનો, દેખાવે અનાકર્ષક પણ નર્યા લોહનો બન્યો હોય તેવો માણસ અત્યારે એણે સાદો નાગરિકનો વેષ જ પહેર્યો હતો. એના એક હાથમાં એક મજબૂત કડિયાળી ડાંગ રહી ગઈ હતી. કેડે તલવાર લટકતી હતી. કપાળમાં ત્રિપુંડ હતું. ડોકે માળા હતી. એના ચહેરામાં એક પ્રકારની વિશિષ્ટ ખુમારી હતી. ત્રિભુવનમાં કોઈની પણ દરકાર ન કરવાની એને ટેવ લાગી. અત્યારે એ રાજમહાલયમાં હતો. પણ રાજમહાલય, રાજા, રાણી, એ બધાં પણ સામાન્ય હોય તેમ એની આકરી મુખમુદ્રામાં લેશ પણ ભાવપલટો થયો ન હતો. આ બેપરવાઈ કોઈની અવગણના માટે ન હતી. એની અંદર બેઠેલા માણસની એ સૂચક ...Read More