Raay Karan Ghelo - 12 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાય કરણ ઘેલો - ભાગ 12

Featured Books
  • इंटरनेट वाला लव - 99

    हा वैसे आवाज तो पहचान में नही आ रही है. अगर आप को कोई दिक्कत...

  • इश्क दा मारा - 48

    तब यूवी बोलता है, "तू न ज्यादा मत सोच समझा "।तब बंटी बोलता ह...

  • चुप्पी - भाग - 5

    अरुण से क्या कहेंगे यह प्रश्न रमिया को भी डरा रहा था। लेकिन...

  • I Hate Love - 15

    इधर अंश गुस्से से उस ड्रेसिंग टेबल पर राखे सभी समानों को जमी...

  • द्वारावती - 83

    83                                   “भोजन तैयार है, आ जाओ त...

Categories
Share

રાય કરણ ઘેલો - ભાગ 12

૧૨

રાણીની વાવ

 

મહારાણી ઉદયમતીની વાવ એ વાવ તો હતી, પણ વાવ ઉપરાંત બીજું ઘણું એમાં હતું. પાટણના રાજમહાલય ‘સપ્તભૂમી પ્રાસાદ’ની ‘ચંદ્રશાલા’ની જેમ એ પણ એક પ્રેરણા હતી. રાજદ્વારી પુરુષોની અતિ ગુપ્ત મસલતો માટે વારંવાર એના ઉપર જ પસંદગી ઉતરતી. એ એવી એકાંતમાં ને પાસેની પાસે હતી, પ્રેમીજનો માટે એના જેવું બીજું સ્વર્ગ પાટણમાં ક્યાંય ન હતું. રાતોરાત રફુચક્કર થઇ જનારાઓને, આ વાવમાં નાનાં મોટાં અનેક ભોંયરાં મળી રહેતાં. અહીંથી જ ઘણી વખત મહાન વ્યૂહોના છેલ્લા હુકમો અરધી રાતે સેનાપતિઓને અપાતા. કવિઓ, શિલ્પીઓ ને નાટકકારોને એ પ્રેરણા આપતી. યોગીઓને ધ્યાનમંત્રની ખૂબ આંહીં જડતી, સ્ત્રીઓ આ વાવમાં સાત ભવનાં સ્વપ્નાં દેખતી એનાં અગાધ ઊંડા જળમાંથી પાટણના ભાવિના પડછાયા અવારનવાર પ્રગટે છે એમ દૈવજ્ઞો કહેતા. એ ગમે તેમ હો, જ્યારે પણ પાટણનો કોઈ રાજવી, અટપટી મુશ્કેલીમાં મુકાતો, કે તરત એને કાં સિદ્ધપુરનો રુદ્રમાળ સાંભરતો, અથવા તો રાણીની આ વાવ સાંભરતી! ઉદયમતીએ એવી સુંદર રીતે એ બંધાવી હતી કે માણસમાત્રને ત્યાં આશ્વાસન મળી રહેતું 

અને એ વાવ ક્યાં હતી? તરંગો નાખતા જલસાગર સમાં, એનાં સાત સાત કોઠાના પાણી, પાટણનો સેંકડો વર્ષનો ઈતિહાસ સાચવી રહ્યાં હતાં. તિલોત્તમાને શરમાવે એવાં મહારાણી ચૌલાદેવી આંહીં આવ્યાં હતાં. ઉદયમતી રાણી તો વારેવારે આવી હતી. આહીં જ અજયપાલ જેવાએ તલવારમાં ‘પાણી’ શું કહેવાય એ શીખવાની તાલીમ મેળવી હતી. વિમલમંત્રી ને દામોદર આહીં આવતા. વસ્તુપાલ તેજપાલે આ વાવના પાણી પીધાં હતાં. આંહીંથી જ મહારાણી નાયિકાદેવીએ અર્બુદમંડલમાં ઘોરીને જુદ્ધ આપવા માટે પ્રથમ પ્રસ્થાન કર્યું હતું. પૃથ્વીરાજ ચૌહાણને પડકારતો ભોળો ભીમદેવ આંહીંથી જ ઊપડ્યો હતો. 

એના જલમાં પ્રણયગાથાઓ બેઠી હતી. ઈતિહાસ બેઠો હતો. ભૂતકાલની ભવ્યતા છુપાઈ હતી. ભાવિના પડછાયા સૂતા હતા. લોકોને મન એ વાવ વાવ નહોતી રહી. એ તો પાટણની પ્રેરણાદાત્રી બની ગઈ હતી.

મહારાજ કરણરાયનાં પગલાં પણ આ વાવ તરફ જ વળ્યાં, એ સ્વાભાવિક હતું. આજે એમને ઘણા અગત્યના ને ઘણા ગુપ્ત નિર્ણયો લઇ લેવાના હતા. એમણે બધાને ભેગા કર્યા હતા કે, પાટણ ઉપરના ભય વિષે સૌ સાવધ રહે.

અરધી રાત થઇ ન થઇ ત્યાં એક પછી એક સેનાપતિઓ, મંડલેશ્વરો, દુર્ગપતિઓ, સરદારો, ગુપ્તચરો અને નગરશ્રેષ્ઠીઓ દેખાવા મંડ્યા. 

આજના એમનાં નિર્ણય ઉપર પાટણનું ભાવિ લટકતું હતું. જે પાટણમાં હાજર હતા. તેઓ આવ્યા હતા. સોઢલજીએ સંદેશા મોકલીને બીજાને પણ હાજર રહેવાની તક આપી દીધી હતી. વાવની પડખે જ, એક માણસ ઉતરી શકે એવી નાની સરખી પગથીની હાર, જમીનમાં નીચે ને નીચે જતી હતી. એ પગથીની હાર આડીઅવળી થતી, થોડી વાવની અંદર આવી જતી, પાછી બહાર જતી, એમ ને એમ છેક સાતમા કોઠાની પડખેના એક નાના ખંડમાં નીકળતી હતી! આ રસ્તો બહુ થોડાની જાણમાં હતો. પગથીની ચોકીદારી માટે એક માણસ ત્યાં રાત-દી ખડો રહેતો. 

આ ખંડ બહુ મોટો ન હતો. પણ એને છેક ઉપરથી હવા મળે એવી ગોઠવણી કરી હતી. એટલે અંદર બેસનારાઓ નિરાંતે જેટલો સમય ગાળવો હોય તેટલો ત્યાં ગાળી શકતા. રાય કરણરાય ત્યાં આવ્યો, ઘણાખરા દુર્ગપતિઓ, સેનાપતિઓ, સરદારો, આવી ગયા. મુખ્ય બધા હાજર થયા હતા. કોણ આવ્યા છે ને કોણ નથી આવ્યા, એ જાણવાનું બીજું કાંઈ સાધન ત્યાં ન હતું. એક નાનકડા ગોખમાં એક દેવીની મૂર્તિ પાસે એક નાનકડો દીપ માત્ર ત્યાં જલતો હતો. એના પ્રકાશ સિવાય બીજો પ્રકાશ ત્યાં હતો નહિ.

અનુમાને એકબીજા કોણ છે એ જાણીને સૌ ત્યાં બેઠા હતા. બધા મળીને બારપંદર જણથી વધારે ન હતા. એકબીજા બોલે નહિ ત્યાં સુધી કોણ આવેલ છે, ને કોણ નથી આવેલ એ ખબર પડે તેવું ન હતું. 

સૌ આવી ગયા લાગ્યા, એટલે રાય કરણરાયે પહેલ કરી: ‘આપણે સૌ કોણ આવ્યા છીએ, એ વાત પહેલાં જાણી લઈએ. કોઈ અજાણ્યો અંદર પેસી ન જાય એ આજે તો ખાસ જોવાનું છે. સિંહભટ્ટે દેવગિરિના સમાચાર આપ્યા એ આંખો ઉઘાડી નાખે તેવા છે. મીલ્ચ્છીકારને દેવગિરિની રજેરજ માહિતી પહેલાં મળી ગઈ હતી. તે પછી જ એ ત્યાં આવ્યો. આ મારી જમણી પડખે મહાઅમાત્યજી બેઠા છે. તે પછી કોણ છે?’

‘પછી હું છું, મહારાજ! વિશળદેવ.’

‘પછી?’

‘પછી તો હું બત્તડ, મહારાજ!’

‘ત્રીજો હું છું મહારાજ! સિંહભટ્ટ.’

‘મહારાજ! હું પણ આવ્યો છું – હું ધૂમલીથી ભાણ જેઠવો!’

‘ઓહો, જેઠવાજી! તમે આવી પહોંચ્યા? મેં નહોતું ધાર્યું કે તમે પહોંચશો. વાગડથી આવ્યું છે કોઈ?’

કોઈ બોલ્યું નહિ.

‘આંહીં હું બેઠો છું, મહારાજ! હું વિજયાનંદ* - વનસ્થળીથી.’

(*વીરધવલની પુત્રી પ્રીમલદેવીનો પુત્ર)

‘હું પણ છું મહારાજ! પાલ્હવદેવ સોરઠભૂમિથી –‘

‘હું આહીં છું મહારાજ! બીજડ ચૌહાણ – ચંદ્રાવતીથી.’

મહારાજ કરણરાયે એક બે શ્રેષ્ઠી બેઠા હતા, તે તરફ નજર ફેરવી જોઈ. બધા બોલાવેલા ને પરિચિત હતા. કોઈ અજાણ્યો લાગ્યો નહિ.

થોડી વાર ગંભીર મૌન પથરાઈ ગયું. સૌ કરણરાય સામે જોઈ રહ્યા. મહારાજની પડખે રાણી કૌલાદેવી હતી. સૌ મહારાજના બોલની પ્રતીક્ષા કરી રહ્યા, કરણરાય થોડી વાર પછી બોલ્યા: એનો અવાજ શાંત, મક્કમ, પણ ધીમો દર્દભર્યો હતો.

‘સિંહભટ્ટે મને દેવગિરિની વાત કહી, અને મેં તમને સૌને બોલાવ્યા છે. દેવગિરિ પડ્યું, કારણકે ત્યાં ઘર ફૂટયે ઘર ગયું!’

‘કોણે કહ્યું મહારાજ! એ હશે; પણ સુરત્રાણની સેના સમુદ્ર જેટલી છે.’

બોલનાર અર્બુદમંડલમાંનો વિશળદેવ હતો. તેણે હંમેશા એક વાત માગી હતી કે અર્બુદમંડલમાં સૈન્ય બરાબર હોવું જોઈએ. અને હવે તો સુરત્રાણની હવા ચાલે છે, ત્યારે ઘણું વધારે હોવું જોઈએ.

એની એ નીતિનો એમ વિરોધ થતો રહ્યો હતો કે જે આવે છે તે જાણે છે કે પાટણનું જ મહત્વ છે. એ ત્યાંથી આંહીં જ આવવાનો. આંહીં બધી દિશા ઉઘાડી મૂકીને અર્બુદમંડલને ઢાંકવામાં કોઈ ડહાપણ નથી. ત્યાં ટકાવ થાય – ત્યાં આંહીંથી મદદ આવી પહોંચે! 

માધવ મહાઅમાત્યે વિશળદેવની માગણી ઉપર ઘણી વખત ઠંડુ પાણી રેડ્યું હતું. 

માધવ ત્યાં બેઠો હતો તે વિશળ સામે જોઈ રહ્યો. માધવના ચહેરા ઉપર સીધો પ્રકાશ આવતો હતો. વિશળદેવ પણ તેને જોઈ રહ્યો હતો. તેનું તીખું નાનું નાક, અને બિડાયેલા પાતળા હોઠ, એના ગર્વીલા સ્વભાવને પ્રગટ કરી રહ્યાં હતાં. એની કાંઈક આકરી જણાતી કડક મુખમુદ્રા, નિશ્ચયાત્મક બુદ્ધિબળને બદલે, એની અવ્યવહારુ રેખાઓ સાચવતી હતી.

કાંઈક શંકાવાળા, ઉતાવળા, આકરા, અવ્યવહારુ એવા એના સ્વભાવનો અભિમાની તોર એના અવાજમાં પણ સ્પષ્ટપણે દેખાઈ આવતો લાગ્યો: ‘સમુદ્રને તો અંજલિમાં પી જવાય વિશળદેવજી! પણ ઘર પે’લું સાબૂત જોઈએ.’ જવાબ પોતાની રાજભક્તિ માટે જ શંકા ઉત્પન્ન કરે તેવો વિશળને લાગ્યો. આબુમાં હજી પણ એ પાટણની સત્તા ડગુમગુ જાળવી રહ્યો હતો; અને એ રાજભક્ત હતો, પણ રાવળ સમરસિંહ સાથે, એણે સંદેશા શરુ કર્યા હતા. રાવળ સમરસિંહ જો સુરત્રાણને રસ્તો જ ન આપે તો પોતે અર્બુદમંડલ એને સોંપી દે ત્યાં સુધીની વાત કરવા એ તૈયાર થયો હતો, તેમ સંભળાતું હતું. 

આ પ્રમાણે વખત મેળવીને પાટણને મજબૂત બનાવી દેવાની રાજનીતિમાં એને શ્રદ્ધા હતી. એની રાજભક્તિમાં ખામી ન હતી, પણ સર્વસત્તાધીશ મહાઅમાત્ય બનવાની એને માટે આ તક હતી, એમ એ માનતો હતો. રાવળ સમરસિંહ સાથે એના સંદેશા સફળ થાય તો કરણરાયને મનાવીને, પોતાની રાજનીતિની દીર્ઘદ્રષ્ટિ એને સમજાવી શકાય. માધવને કાઢવાની પણ એમાં ગણતરી હતી. માધવને આ વાતની ખબર હોય તેમ તેને લાગ્યું. વિશળદેવ, પ્રધાનની સામે થોડી વાર જોઈ રહ્યો. પછી કાંઈક આવેગથી બોલ્યો: ‘મહાઅમાત્યજી! આપણું ઘર તો સાબૂત જ છે!’

‘તમે જે કહો તે હું માની લઉં તો ઘર સાબૂત ખરું, બાકી તે ઘરનાં ઘર વેચવા નીકળે એવી વાત છે.’

‘તમે જે કહો તે હું માની લઉં તો ઘર સાબૂત ખરું. બાકી તે ઘરનાં ઘર વેચવા નીકળે એવી વાત છે.’

વિશળદેવ ચમકી ગયો. પણ તેણે માત્ર દેખાવ કરવા ખાતર પડકાર કર્યો, ‘એ કોણ કહે છે?’

‘કહે કોણ? હવા બોલી જાય છે.’ માધવે જવાબ વાળ્યો.

‘તો એ ખોટી.’

‘ભગવાન સોમનાથના નામે છાતી ઉપર હાથ મૂકીને વાત કરો વિશળદેવજી! વાત સાચી કે ખોટી ત્યાં બેઠી હોય; જીભ ઉપર નહિ.’ માધવે વધુ કડકાઈથી કહ્યું.

પોતાની રાજભક્તિ ઉપર આ અત્યંત આકરો પ્રહાર હતો. વિશળદેવ એ સાંભળતાં ઊભો થઇ ગયો. તેણે પોતાની તલવાર ઉપર હાથ મૂક્યો: ‘આના સોગન છે મહારાજ!’ તેણે કરણરાય સામે ફરીને કહ્યું: ‘જો પાટણ પ્રત્યે હું બેવફા નીવડું...’  

‘આમાં કોઈની બેવફા ન બેવફાની વાત જ આવતી નથી વિશળદેવજી!’ માધવે તરત જ કહ્યું. ‘માણસ બેવફા ન હોય તોપણ નિકંદન કાઢી શકે. સમજતો ન હોય, મૂરખ હોય, મહત્વાકાંક્ષી હોય... નિકંદન કાઢવામાં કાંઈ થોડો બુદ્ધિનો ખપ પડે છે? આજ હવે સૌ માની બેઠા છે કે અમે પણ ચલાવીએ.’ માધવના છેલા વાક્યમાં ઉપાલંભ હતો. 

કરણરાયે તરત વાત આગળ વધતી અટકાવી દીધી. એને કાને મેવાડના સંદેશાની વાત આવી ગઈ હતી. એણે કહ્યું, ‘વિશળદેવજી! આપણે પહેલાં બે વાત સમજી લઈએ. રાવળજી જો દિલ્હી સુરત્રાણનો રસ્તો રોકી દે તો આપણે સલામત બની જઈએ એ ખરું. પછી સુરત્રાણનો આવવાનો રસ્તો એક જ. અર્બુદગિરિમાળા. ત્યાં તમે છો. ત્યાં આપણે તેને પહોંચી વળીશું. બરાબર છે?’

‘બરાબર છે, મહારાજ!’ માધવ પ્રધાન બોલ્યો: ‘પણ એ શી રીતે બને? આપણે જો ઉલળપાણા પગ ઉપર લેતા નથી, તો રાવળજી શેનો લ્યે?’

‘એ ઉલળપાણા પગ ઉપરની વાત નથી માધવ મહેતા! આ વાત છે રજપૂતીની, અણીશુદ્ધ રજપૂતીની! રાવળજી પાસે એ હોય તો. ન હોય તો થયું. કાન્હડજી કેમ સિંહની પેઠે ગાજ્યા? રાવળજી એમ ન ગર્જે?’

‘એ વાતમાં શું માલ છે મહારાજ? રાવળજીએ પીળો ચાંદલો કર્યો ત્યારથી રજપૂતી...’

કરણરાયે હાથ લાંબો કર્યો. એણે માધવને આગળ બોલતો અટકાવી દીધો.

‘જુઓ માધવ મહેતા! તમને ને મને બંનેને સારંગદેવ મહારાજે મરણશૈય્યા ઉપર બોલાવીને શું કહ્યું હતું તે યાદ કરો. ઘરઆંગણે કજિયો લાવતા નહિ. કહ્યું હતું? તમે કેમ માનો છો કે આવી કોઈ વાત મારી નજર બહાર હશે? પણ આપણે અત્યારે સુરત્રાણને ખાળવાનો છે, એ હવામાં વાત કરો.’

‘તો તો મહારાજ! વાત સ્પષ્ટ જ છે. રાવળને અર્બુદગિરી જોઈએ છે. ત્યાં ચંદ્રાવતી છે. દહેરાં છે. એને પોતાને ત્યાં નવા બાંધવાં છે. એટલે એને અર્બુદગિરી જોઈએ છે. એ આપો, એટલે રાવળ આપણા પક્ષમાં – પૂછો બીજડ ચૌહાણને, કાં ચૌહાણ?’

બીજડે સ્પષ્ટ ઉત્તર આપ્યા વિના માથું ધુણાવ્યું.

વિશળદેવ જરાક ઝાંખો પડી ગયો. વાત આટલી વહેલી પ્રગટ કરવા માગતો ન હતો. તે કાંઈ બોલ્યો નહિ. 

‘વિશળદેવજી! રાવળજી રસ્તો રોકે. રજપૂતી હોય તો રજપૂતી માટે એ રોકે. આંહીંથી કોઈ લાંચ આપે, નમતું મૂકે, ને એ રસ્તે રોકે, એ વાતમાં કાંઈ માલ નથી. તો તો પછી આપણે જોઈ લેશું.’ કરણરાયની વાણી મક્કમ પણ શાંત હતી.                                                                                                                                                                                                                                                            

કરણરાયની પડખે બેઠેલી રાણી કૌલાદેવી વાતને પામી ગઈ. પોતે મહારાજને કહી હતી, તેનાથી આ તો જુદી જ વાત હતી. આ તો પાટણને છિન્નભિન્ન કરવાના ગણેશ મંડાતા હતા. વિશળદેવને એની રાજનીતિનું ભયંકર પરિણામ દેખાડવું જોઈએ. તે તરત બોલી. સૌ માનથી સાંભળી રહ્યા.

‘જુઓ મહારાજ! મને આમાં એક નવો ભય દેખાય છે. વિશળદેવજી! રાવળજી આજે અર્બુદગિરી માગે, કાલે ઈલદુર્ગ માગે, ત્રીજી વખત ત્રીજું માગે. પછી તો એવું થાય કે જ્યારે જ્યારે દિલ્હીના સુરત્રાણની આવવાની વાત ઊપડે, ત્યારે ત્યારે રાવળને માંગવાનું મન થાય, એનો અંત ક્યાં?’

‘એનો અંત પાટણના પાધરમાં!’ મહાઅમાત્યની વાણી કટુ હતી. કટાક્ષભરી પણ હતી. કરણરાયને એ રુચ્યું નહિ. વિશળદેવ જેવા રાજભક્તની આવી અવહેલના, કરણરાયને અત્યારે અસ્થાને જણાઈ. તેણે તરત વાત ફેરવી.

‘આપણી રજપૂતી સુરત્રાણને માપી છૂટે એમાં જ મજા છે વિશળદેવજી! આપવા મંડો – એનો તો પછી કોઈ આરો જ ન હોય; સિવાય કે તમે એના ગુલામ થઈને રહો. એમ તો સુરત્રાણ આવે, ત્યારે એને જ સામે સંદેશો મોકલો કે, તમે માગો તે આપ્યું તો એ આવે જ નહિ!’

‘બરાબર છે મહારાજ! એને ત્યાં દિલ્હીમાં ધાડાં ને ધાડાં પરદેશીઓ આવે છે. એટલે એને તો આવીને જે મળે તે લઈને ભાગી જવું છે.’

‘મહારાજ!’ વિશળદેવે બે હાથ જોડ્યા: ‘હું માનું છું કે હજી પાટણ વિજયવંતુ છે. હમણાં એણે એકે પરાજય જોયો નથી. મહારાજ સારંગદેવે ફરીને એની હાક બધે વાગતી કરી છે. ને હજી એ પ્રતાપ સૌ અનુભવે છે. પણ આપણે થોડો સમય જોઈએ છે. એ સમય જો આપણને મળી જાય, તો આપણે જ આ સુરત્રાણને હાંકી કાઢીએ. હું એમ માનું છું. સમય મેળવવાની આ વાત છે.’

‘એ તો બરાબર છે વિશળદેવજી! તમારી વાત સો વસા સાચી છે. આપણને સમય જોઈએ છે. સમય મળે તો આપણે વ્યવસ્થિત થઇ જઈએ.’ કરણરાયે કહ્યું.

‘પણ સુરત્રાણ તમને સમય આપે – એ વાતની સપનેય આશા ન રાખતા. હું દેવગિરિથી જ રજેરજ માહિતી મેળવીને આવ્યો છું. સુરત્રાણ ત્યાં સમયની જ રમત રમી ગયો છે. એ સમયનો જેવો તેવો પરખંદો નથી!’ સિંહ ભટ્ટરાજ બોલ્યો. એની વાતને સૌ રસથી સાંભળી રહ્યા.

‘પણ ત્યાં તો કહે છે ભટ્ટરાજ! કોઠારમાં ધાન્યને બદલે લૂણ નીકળ્યું એ સાચું? અને એક જ દિવસમાં સૌ હતાશ થઇ ગયા –’ માધવ મહેતાએ ભટ્ટરાજને સવાલ કર્યો.

‘એ સાચું છે, મહાઅમાત્યજી! એ જ સાચું છે. અન્નપાણી વિના કોણ ટકી શકે? કોઈ ટકી ન શક્ય. તરત નમતું જોખવાની વાત ચાલી. અને જેમ જેમ નમતા ગયા, તેમ તેમ સુરત્રાણ ભાવ વધારતો ગયો! દેવગિરિનો સાત પેઢીનો ભંડાર આંખમાંથી કણું કાઢે તેમ એણે કાઢી લીધો! ઘર ફૂટયે ઘર ગયું. અનાજને બદલે લૂણ આવ્યું ક્યાંથી?’

‘કોઈની રમત. ભલું હશે તો વેપારીની.’ માધવ બોલ્યો.

‘પણ ધાન્યભંડાર તો યાદવરાજના પિત્રાઈઓ સંભાળતા હતા, તેનું શું?’

‘તો તો દગો જ.’

‘ત્યારે એ જ વાત છે, અમાત્યજી!’ સિંહભટ્ટે  મક્કમતાથી કહ્યું: ‘તમારે ત્યાં એ નથી નાં? એની પહેલી ખાતરી કરો. આંહીં વાત વળી બીજી રીતે ઊભી થાય. આપણને મારીએ દ્યે, તે પહેલાં એને દાબો.’

માધવ ને વિશળદેવ એકબીજાને જોઈ રહ્યા. બંને જુદા જુદા ભાવથી એકબીજાને જોતા હતા. માધવને વિશળદેવ રમત રમતો લાગ્યો. વિશળદેવને માધવ કાઢવા જેવો લાગ્યો. 

કરણરાયે વાત પછી ઉપાડી લીધી, ‘આપણે ત્યાંથી હવે કોઈકે રાવળજીનું સાચું માપ લેવા જવાનું છે. એ વાત પહેલી કરો. બોલો કોણ એ બીડું ઝડપે છે?’

‘વિશળદેવજી,’ માધવે વિશળ સામે જોતાં કહ્યું: ‘છો નાં તૈયાર?’

‘ના રે બાપલા! એમાં મારું ગજું નહિ. મને વાતનું ઊંડાણ માપતાં જ ન આવડે.’ 

‘તો સિંહભટ્ટ જાય.’

‘કોણ હું? હું જાડો માણસ. ત્યાં જઈને હું શું કરું? જાદુ કામ હોય તો હું કરી આવું. આમાં તો એક તલ જેટલી ભૂલ થાય ને આંહીં કોકનાં માથાં વઢાઈ જાય.’

‘માથાં વઢાય તેનો વાંધો નથી – આ તો નાક કપાઈ જાય ભટ્ટરાજ! બત્તડદેવ બોલ્યો, ‘મેવાડના રાવળજી સાથે કામ છે, ત્રણ પેઠીનાં એને આપણી સાથે વેર છે.’

‘માધવ મહેતા!’ રાણી કૌલાદેવીનો મધુર અવાજ આવ્યો.

‘કેમ બા?’

‘નામ હું આપું?’

‘ઓહો! બા! તો તો સો વસા વાત પાકી થઇ જાય. તમારી પસંદગી જેવાતેવા ઉપર નહિ ઉતરે. બોલો કોણ જાય? આટલા બધા છે...’

‘કહું મહારાજ?’

‘હા કહોને, કહોને. તમે અરધી બેઠક દબાવીને અમસ્તાં બેઠાં છો?’ 

‘પણ એ તો તમારે આધારે મહારાજ! મને તો લાગે છે, આ વાત, ત્રણ પેઢીનાં વેર ટાળવાની છે. આ જેવીતેવી વાત નથી. પાટણના મહાઅમાત્ય વિના બીજો કોઈ જાય તો કામ પાર ન પડે. આમાં તો અનેક રીતે વાતો કરવાની હશે. બીજો જઈને કામ પાર પાડી રહ્યો.’ રાણીએ હવે માધવને મોકલવામાં કાંઈક આશા જોઈ. વિશળદેવ રમતો લાગ્યો.

‘ખરું કહી દીધું, બરાબર બોલ્યાં!’ વિશળદેવ બે હાથ જોડીને બોલ્યો. એને ખબર હતી કે માધવનો ગજ ત્યાં રાવળજી પાસે વાગે તેમ નથી. એ નાસીપાસ થઈને આવે, પછી પોતે કામ પાર ઉતારે તો. પોતાનું મહત્વ પણ વધે. એને મન પણ માધવને કેમ નિષ્ફળતા અપાવવી એ વિચાર કરી રહ્યું હતું. એ મોટેથી બોલ્યો: ‘મહારાણીબાએ બરાબર કહ્યું છે, મહાઅમાત્યજી! રાવળજીનું પણ મનનું અભિમાન તો સંતોષાય. એને થાય, પાટણના મહાઅમાત્ય આવ્યા. આપણને બે વરસ મળી જાય. એટલું બસ છે.’

‘બરાબર છે. વાતતો મહારાણીબાએ ખરેખરી કહી દીધી છે. કંચન ટકોરા જેવી.’ સિંહભટ્ટે કહ્યું.

બત્તડદેવ બોલ્યો: ‘રાવળજી માને તો મહા અમાતથી માને. બીજો જાશે તો માર ખાઈને પાછો આવશે! આ તો મારી જાડી વાત છે.’

‘મહારાજ! વાત તો મહારાણીબાની બહુ જ સાચી છે...’ કોણ બોલ્યું એ જોવા માધવ મહાઅમાત્યે ડોકું પાછું ફેરવ્યું. એક ગોરો ઊંચો માણસ ત્યાં બેઠો હતો. એના મોં ઉપર કેવળ સ્મિત રમતું હતું. આંખમાં પણ ગજબની મીઠાશ હતી. એ જે શબ્દો બોલે તેમાંથી મીઠો રણકો ઊભો થતો હતો. માધવે એને તરત ઓળખ્યો. ઉદયન મંત્રીનો વંશજ સામંત મહેતો બોલી રહ્યો હતો. સામંતમહેતાએ પણ માધવને મળનારી નિષ્ફળતા મનમાં જોઈ લીધી હતી. ત્યાર પછી જ કોઈ જૈન મંત્રીને મોકલવાની વાત શરુ થઇ શકશે, એ પણ એ કળી ગયો. હમણાં પોતે નિવૃત્ત હતો. અંદર પાછો પ્રવેશ કરવાની આ ટક પણ હતી. એને એ ઝડપી લેવા જેવી લાગી. માધવ તેની સામે જોઈ રહ્યો: ‘સામંત મહેતા! તમે પણ...?’

‘પ્રભુ! હું બરાબર કહું છું.’ સામંતમહેતા મીઠાશથી બોલ્યો, ‘મહાઅમાત્યથી નીચી પાયરીનો માણસ અત્યારે ત્યાં જશે તો વાત ઊલટાની ઊંધી લેવાશે. પછી તે મહારાજને જે ઠીક લાગે તે!’

‘હા, એ પણ ખરું છે માધવમહેતા!’ કૌલાદેવીએ કહ્યું. ‘બાકી મેં તમને ત્યાં કેમ મોકલવાની વાત કરી, એ પણ કહું?’

‘શું?’

‘જુઓ, ત્યાં વેદશર્મા છે એ નાગર છે. તમારા જાણીતા છે. ત્યાં પ્રિયપટુ છે. એ પણ નાગર છે. તમે ધારશો તે પાસો નાખી શકશો. પાટણ માટે થઈને તમે આટલું કરો. આપણે કામનું કામ છે.’ ‘બરાબર છે બા!’ વિશળદેવે હાથ જોડીને કહ્યું, ‘મારા મનમાં પણ એ જ વાત છે. આપણને કામનું કામ છે. અત્યારે વેદશર્મા કરતા-કારવતા છે.’

કરણરાયને મનમાં ગડભાંગ થઇ. માધવનો કાંઈક તીખો, શંકાવાળો ડંખીલો સ્વભાવ એ જાણતો હતો. આમાં પણ જો એને શંકા પડે કે બધા ભેગા થઈને એને કાઢવા મથે છે, તો એ બોરડીનું મૂળ ખોદે એવા વિષ્ણુશર્માનો પડછાયો હતો. અત્યારે એ તો ટાળવાનું હતું.

આ બધાની વાતમાં માધવને કાંઈક દાળમાં કાળું જણાતું લાગ્યું. મહારાણીબા પણ આની સાથે છે કે શું? એ અવિશ્વાસ એના ચહેરા ઉપર આવતો કરણરાયે જોયો.

કરણરાયને લાગ્યું તો હતું કે પાટણથી ઘણા મહત્વના કોઈ માણસે મેદપાટમાં જવું જોઈએ. કૌલાદેવીએ એને જે વાત પહેલાં કહી હતી તે જુદી હતી. તે પ્રમાણે તો રાજમાતા જયતલ્લદેવીને હાથ ઉપર લેવાની વાત હતી. કોઈ જૈન મંત્રીને મોકલવાની જરૂરિયાત લાગતી હતી. પણ વિશળદેવની વાત પછી અત્યારે એ વાત એણે નવી રીતે મૂકી હતી. કરણરાયને જણાયું કે એ વસ્તુ જ હવે યોગ્ય છે. માધવ મહામંત્રી ત્યાં જાય. પણ એના મનમાં અવિશ્વાસનો ડાઘ ઊડી જવો જોઈએ. તે બોલ્યો:

‘માધવમહેતા! કાં તમે કાં વિજયાનંદ. ત્રીજો કોઈ મારી નજરમાં નથી આવતો. રાવળજી પાસે અતિ મહત્વના માણસે જવું પડશે. રાવળજીનો કાંટો તે વિના નહિ સંતોષાય. તમને તો મેં એટલા માટે કહ્યું કે વખત છે. રાવળજી માને ન માને, તો તમે ત્યાંથી સીધો દિલ્હીનો પંથ પકડી શકો. પેલી તમારી એક વાત તમારા મનમાં પડી છે, એનું પણ તમે ભેગાભેગું માપ કાઢતા આવો! હું તો કહું છું ઝેરનાં પારખાં રહેવા દ્યો. પણ તમને વિશ્વાસ હોય તો કરી લ્યો. એટલે આપણો રસ્તો ચોખ્ખો થઇ જાય. આપણે તો કોઈ રીતે વખત જોઈએ છે. બીજી વાત નથી.’ 

કોઈ સમજ્યું નહિ કે મહારાજે માધવને કઈ બીજી વાત વિષે કહ્યું હતું. બત્તડજી જેવા તો ઊંચાનીચા પણ થઇ ગયા હોય એમ લાગ્યું. શું કરણરાય જેવો કરણરાય પણ ઊઠીને, દિલ્હીને નમવાની વાત મોકલે છે કે શું?

એ તો જરાક બેઠા જેવો પણ થઇ ગયો. પણ કરણરાયના શબ્દે માધવની શંકાને ટાળી દીધી હતી. એ ગર્વિષ્ઠ હતો. એને લાગ્યું કે સૌને એનું મહત્વ સમજાયું હોવું જોઈએ. નહિતર બધાની આમ એકવાક્યતા ન આવે. તે બે હાથ જોડીને બોલ્યો: ‘મારો એવો દાવો નથી મહારાજ! કે આપણે સુરત્રાણને વાળી શકીશું. પણ કોને ખબર છે? એ પણ માણસ છે. આપણી કોઈ વાત વખતે  એને અસર કરી જાય!’

‘એવી કોઈ વાત છે આપણી પાસે?’

‘એ તો બા! હોય તોપણ, વહેલી પ્રગટ ન થાય!’

‘તોપણ?’

‘બા! એ વાત હોય, તો દામોદર મહેતો ઉપવસ્ત્ર ખંખેરી કાઢતો એવી વાત હોય. એ જે કંઈ હોય એની ખબર જ ત્યાં પડે. આહીંથી બોલવી જ નકામી!’

‘મહારાણીને બીજી ચિંતા છે માધવ! આપણે ક્યાંક નમતા  ભજતા થઇ જઈએ નહિ એની.’

‘પણ મહારાજ! પાટણમાં અને તે પણ રાણીની વાવમાં બેસીને, કી આ વિચાર કરી શકે ખરો?’

સામંત મહેતો સાંભળી રહ્યો. વિશળદેવ પણ સાંભળી રહ્યો. એમને થયું. માધવનો વર્ગીષ્ઠ અવ્યવહારુ સ્વભાવ, પાટણને ખાડમાં ન નાખે તો ઘણું. પણ અત્યારે બોલવું નકામું હતું.

તે બોલ્યા વિના શાંત બેઠા રહ્યા.