**હજી હું હારી નથી.**
બારીમાંથી આવતી તડકાની
એક કિરણ મારી પાસે છે,
ઢળતી સાંજ પછી પણ
હૃદયમાં થોડી આશા છે.
અંધકાર મને કહે છે,
હવે કંઈ બાકી નથી,
હું હસીને કહું છું—
**હજી હું હારી નથી.**
સૂકી ડાળી પર પણ જુઓ,
એક કળી ચૂપચાપ છે,
પોતાની ઋતુમાં ખીલવાનું
એનું પોતાનું સ્વપ્ન છે.
જે થોડું મારામાં બચ્યું છે,
એને આજે સાચવું છે,
આવતી કાલની રાહ અજાણી,
છતાં વિશ્વાસ રાખવો છે.
**હજી હું બાકી છું,
હજી મારી સવાર બાકી છે.**
DHAMAK