શીર્ષક: મારા જીવનનો આધાર
તું જ છે મારા જીવનનો આધાર,
જેમ ઈશ્વર છે આત્માનો આધાર.
આપણી પહેલી મુલાકાત જાણે,
જન્મો જનમથી લિખિત બંધન.
હું ગુજરાતી શબ્દ, તું અંગ્રેજી અભિવ્યક્તિ,
જાણે ગુજરાતને મળ્યો વિદેશનો રંગ.
તારો ગુસ્સો જાણે મનનો વિષાદ,
પ્રેમથી ભરેલું તારું હૃદય, કર્મથી ભરેલું જીવન.
જ્યારે થાય સમયની બેકરારી,
શું કહું? તારા વિના વેદના લાગે અસહ્ય.
વસંત ઋતુ જેવું આપડું જીવન,
ક્યાં વર્ષા ઋતુ જેવો વંટોળ લાવે જુદાઈ,
પાનખર ઋતુ સમી યાદોની બહાર.
તારા વ્યક્તિત્વ અને સ્વભાવના જીવનચરિત્રમાં,
તારી વાતોથી મારું હૃદય હારી ગયું.
પહેલા 'કાશ' કહેતી, હવે આશ રાખું.
થાય સરખામણી જો, તો હું આપીશ ઉપમા,
તું એટલે એકમાત્ર તું જ મારા જીવનનો આધાર. ❤️