કેવળ શબ્દોનો સંસાર નથી ગમતો.
ગતાનુગત હોય વિચાર નથી ગમતો.
જેવા છીએ એવા જ સહુ દેખાઈએ,
ખોટે ખોટો હો આડંબર નથી ગમતો.
જે દર્દે દિલને જીવંત રાખ્યું,'તુ હંમેશા,
દર્દ ગમે છે, એનો ઉપચાર નથી ગમતો.
હોય જેની સાવ માટીપગી બુનિયાદને,
હાર ગમે છે, એ આધાર નથી ગમતો.
દુનિયા તો આપણું સહિયારું સાહસ,
ઉચ્ચાર ગમે છે, વિસ્તાર નથી ગમતો.
ચૈતન્ય જોષી 'દિપક,' પોરબંદર.