Quotes by Hardik Boricha in Bitesapp read free

Hardik Boricha

Hardik Boricha

@hardik89


*लकीरो को कभी मामूली ना समझें*
*ये माथे पर चिंता,हथेली पर तकदीर,जमीन पर बंटवारा,रिश्तों में दरार बन जाती हैं*

हार्दिक💔

Read More

*લુપ્ત થતી સંસ્કૃતિઓ..*

*આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે.. ?*

એક સાયકલમાં ત્રણ સવારી જતાં,
એક ધક્કો મારે ને બે બેસતાં,
આજે બધા પાસે બે બે કાર છે,
પણ સાથે બેસનાર એ દોસ્ત
કોને ખબર ક્યાં છે ..?

*આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે.. ?*

એકનાં ઘરેથી બીજાનાં ઘરે બોલાવા જતાં,
સાથે મળીને રખડતાં ભટકતાં નિશાળે જતાં,
આજે ફેસબુક વોટ્સએપ પર મિત્રો હજાર છે,
પણ કોને કોના ઘરનાં સરનામાં યાદ છે.. ?

*આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે.. ? 🤥*

રમતાં, લડતાં, ઝઘડતાં, ને સાથે ઘરે જતાં,
કોનો નાસ્તો કોણ કરે ઈ ક્યાં ધ્યાન રાખતા,
આજે ફાઈવ સ્ટારમાં જમવાનાં પ્રોગ્રામમાં પણ,
બહાનાં કાઢી કહે છે કે મને તારીખ ક્યાં યાદ છે ..?

*આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે.. ? 😦*

રોજ સાથે રમતાં વાતો કરતાં,
સમય પ્રત્યે સૌ અજાણ હતાં,
આજે રસ્તામાં હાથ ઉંચો કરીને કહે છે કે,
સમય કાઢીને મળીએ તારૂં એક કામ છે,

*આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?🤫*

ત્રણ દિવસ પતંગને કાના બાંધતાં,
દિવાળી , જનમાષ્ટમીની રાહ જોતાં,
આજે રજાઓમાં ફોરેન ફરવા નિકળી જવું છે,
મિત્રો સાથે તહેવારો માણવાનો ક્યાં ટાઈમ છે ?

*આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ? 🙂*

આઠ આનાની પેપ્સીકોલામાં અડધો ભાગ કરતાં,
પાવલીનાં કરમદામાં પાંચ જણા દાંત ખાટાં કરતાં,
આજે સુપ સલાડ ને છપ્પન ભોગ છે,
પણ ભાગ પડાવનાર ભાઈબંધની ખોટ છે,

*આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે.. ? 😔*

ભેરૂનાં જન્મદિવસનાં જલસા કરતાં,
મોટાનાં લગન પંદર દી માણતાં,
આજે મિત્રનાં મરણનાં સમાચારે પણ,
વોટ્સએપમાં RIP લખીને પતાવીએ છીએ,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ? 😐

આપણે ક્યાં પહોંચી ગયા.. મારા વ્હાલા,
*આપણે ક્યાં પોહચી ગયા ધ્યાન છે.. ? 😐*

આપણી લૂપ્ત થતી જતી સંસ્કૃતિ ને ફરી થોડી વાગોળીએ ને જુના એ બાળપણ ના ચિત્રો ને યાદ કરીએ..

પોસ્ટ સારી લાગે તો શેર કરજો.. 🙏

Read More

દેખાડાની જિંદગી મેં ત્યારે છોડી દીધી દોસ્ત
જ્યારે મારું નવું જેકેટ જોઈને પાપા એ કીધું કે જૂનું મને આપી દે.

hardik 💔

Read More

*પ્રણામ પુણ્યાત્મન્*
💐🌺🌹🌺💐🌹🌺💐


નિજ દેહ બાળીને સદા પરને સુગંધ જે અર્પતું,

તે ધૂપસમ ક્યારે બનું પ્રભુ ! એમ મુજ મનમાં થતું,

પરમાર્થ કેરી ભાવના દઈ ઉર્ધ્વગામી બનાવજો,

નીષ્કારણે વત્સલ પ્રભુ ! મને ધૂપદીક્ષા આપજો...🙏

આજથી પ્રારંભ થતો ચૈત્ર માસ તથા ચૈત્રી નવરાત્રી અને ચૈત્રી નવુ વર્ષ તથા ગુડી પડવો આપના અને આપના પરિવાર માટે આરાધનામય યશસ્વી લાભદાયી મંગલમયી અને ઉન્નતિ કારક હોજો એવી શુભકામનાઓ.💐💐💐

Read More