🎤 કટાક્ષ કવિતા: સ્માર્ટ મીટરની માયા
ધાબા ઉપર સોલાર નાખી, અમે પકડી બેઠા તડકો,
પણ સ્માર્ટ મીટર જોઈને જીવમાં લાગે મોટો ફડકો!
સૂર્યદેવ તો રોજ સવારે મફતમાં મોકલે કિરણો,
કંપની વાળા યુનિટ વધારી, કાઢે અમારો કચરો!
પહેલાં બિલ આવતું બે મહિને, જીવ થોડો ગભરાતો,
હવે સ્માર્ટ મીટર તો પલ-પલના પૈસા ખાઈ જાતો!
ઘરમાં પંખો ચાલુ કરું તો મીટર મારે કુદકો,
ફ્રીજ ખોલતાં એવું લાગે, જાણે ખિસ્સામાં થયો ભડાકો!
સરકારે કીધું'તું કે, "સ્માર્ટ" થઈ જશે જમાનો,
પણ આ તો અમારો જ કૂવો ખોદી, એમાં નાખ્યો ગિન્નો!
તડકો અમારો, છાપરું અમારું, તોય બિલ કેમ વધે છે?
સ્માર્ટ મીટરના નામે જાણે, આખું ગામ લૂંટાય છે!
હિના ગોપીયાણી