અધિક માસે, આર્તનાદે
આવો ભોળાનાથ,
અવનીવાસી તમને આજે પોકારે.
સ્મરણ તમારું શ્વાસોશ્વાસ છે,
તમારી કૃપાનો મને વિશ્વાસ છે.
આવો દ્વાર, શિવ સરકાર તારા વિચારે.
ડગમગ નૈયા નો તું ખેવનહાર છે.
તારી વત્સલતા અપરંપાર છે.
દિલ દાતાર,કરો વહાર લાવો કિનારે.
કોઈ નથી શિવ સમાન જગતમાં,
અમે ભૂલા રે પડતા જગની રમતમાં
એક આધાર,પ્રાણાધાર કષ્ટ નિવારે.
ચૈતન્ય જોષી ,દિપક, પોરબંદર.