અધિક માસે આવો શિવશંકર તમે.
ગણેશ ગિરિજા લાવો શિવ શંકર તમે.
અવની આંગણ આજે સત્કારે શંભુ,
વિનંતી અમારી આવો તમે પ્રભુ.
આપો પૂજનનો લ્હાવો શિવશંકર તમે.
હૈયાના હેતથી તમને આવકારીએ આજે,
સ્નેહના સથવારે તમને પૂજીએ આજે.
અમારા દોષોને ભૂલાવો શિવશંકર તમે.
પુરુષોત્તમ પાવનકારી પગલાં પાડો પ્રભુ,
કલિકાળના દોષથી અમને ઉગારો પ્રભુ.
ભક્તવત્સલતાને જગાડો શિવશંકર તમે.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.