અધિકમાસે આગમન તમારું પુરુષોત્તમ ગમતું.
તજી ક્ષીર સાગરને અવનીમાં હરિવર આવ તું.
હૈયાના હેતે સત્કારીએ અંતરને પ્રભુ પુલકાવ તું
નયન પ્યાસી દર્શન કાજે જુગજુગથી લગાવ તું
સ્નેહે કરીએ સ્મરણ તારું હાસ્ય મુખ પર રમતું
તારા જેવા ન મળે ભક્તવત્સલતાનો પ્રભાવ તું
કરજે કૃપા કરુણાનિધિ પયથી મધુર સ્વભાવ તું.
દેજે દર્શન દયાળુ દેવ રાખીને સુમધુર હાવભાવ તું.
આજે વૈકુંઠ ધરામાં ભાસે પુરુષોતમ અમારો ભાવ તું.
સફળ લાગે જન્મારો તારા ભજનમાં અશ્રુ સ્રાવ તું.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.