Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અઢળક આપનારા આશુતોષ.
દિલાવર બક્ષનારા આશુતોષ.
એ જી શિવસમાન ન હોય કોઈ દાતાર રે.
શિવનું શરણ લીધું.

પંચાક્ષર રે પાવનકારી
અંતર આરાધે ત્રિપુરારી
એ જી શિવ આપે બનીને એકે હજાર રે.
શિવનું શરણ લીધું.

ઉરને ઉકેલજો અવિનાશી,
દર્શન કાજે રે નૈન પિયાસી
એ જી કોઈ ના હોય શિવ હારોહાર રે.
શિવનું શરણ લીધું.

રીઝો રીઝો રે ભોળાનાથ,
ઝાલો ઝાલો રે અમારો હાથ.
ભૂલીને દોષો જે છે સૌના તારણહાર રે.
શિવનું શરણ લીધું.

- ચૈતન્ય ચંદુલાલ જોષી. ' દીપક '

Gujarati Poem by Chaitanya Joshi : 112024922
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now