Gujarati Quote in Poem by Yashvi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો થાય ધરા બોલતી, પૂછું હું એક જ વાત,
ઘૂમે છે કેમ આટલી,ફરે કેમ આટલી,

રહસ્ય તારું કહી દે, ઉત્તર મને દઈ દે,
વિનંતી કરું આટલી,આજ મને કહી દે,

શું પાર કરવું હતું તારે બ્રહ્માંડ આખુંય,
કે પછી શોધવો હતો છૂટો પડેલો ભાગ,

શું રમવું તું તારે ભમરડો બની આભે,
કે પછી શોધવો હતો તારે અંતિમ છેડો,

શું યોજાઈ તી આકાશે ગરબાની હરીફાઈ,
કે પછી રચયિતાએ બનાવ્યું હતું યાન,

શું શોધે છે હજીય તું પોતાનું ગંતવ્યસ્થાન,
કે પછી રોકી નહોતી શકી પોતાની ગતિ,

રહસ્ય તારું મને કહી દે, ઉત્તર મને દઈ દે,
વિનંતી કરું આટલી,આજ મને કહી દે.
- Yashvi

Gujarati Poem by Yashvi : 112024085
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now