Quotes by Yashvi in Bitesapp read free

Yashvi

Yashvi

@wonderland


એકડો, બગડો અને તગડો હો રમતો રે,
ચોગડાને માથે બેઠાં, શીંગડાઓ સીધા રે,

પાંચડાને ઈસ્ત્રી કરી, 'ય' ને પકડી કરી રે,
છગડો કાચમાં બેઠો, 'ર' ની સામે બેઠો રે,

સાતડો તો ભાગ્યો બહુ, બારાક્ષરીથી ભાગ્યો રે,
આઠડો તો પાળે સૂતો, પાવડાથી છૂટી રે,

નવડાનો ટેકો લૂંટ્યો, 'લ' ને પકડી લૂંટ્યો રે,
દસડાએ મીંડો લીધો, પુસ્તકોથી ચોરી રે..

Read More

written by me

આગમન
આગમન જ્યારે વાદળનું થાય,
મેહુલાંનું સામ્રાજ્ય ફેલાય,
આગમન જ્યારે ગ્રીષ્મ ઋતુ નું થાય,
સૂરજનું સામ્રાજ્ય ફેલાય,
આગમન જ્યારે શિયાળાનું થાય,
ઠંડીનું સામ્રાજ્ય ફેલાય,

- Yashvi

Read More