હૃદય ઉપર પથ્થર મૂકીને જીવવાનું શીખી લીધું
દુશ્મનને પણ ઝુકીઝુકીને જીવવાનું શીખી લીધું.
સંબંધોના સમીકરણો બનાવવાના હતા મારે તેથી જ,
આવેલી તકને ચૂકી ચૂકીને જીવવાનું શીખી લીધું.
માળો બનાવવો હતો એ સ્નેહની ડાળમાં મારે કદી,
હતી જો કે એ સુકી સુકીને જીવવાનું શીખી લીધું.
હતો અનુભવ એકદા દૂધનો થયેલો અતીતે દાઝવાનો,
પછી છાશનેય ફૂંકી ફૂંકીને જીવવાનું શીખી લીધું.
છે જમાનો કતારનોને હરીફાઈનો આ જગતમાં,
નહોતી એ કદી ટૂંકી ટૂંકીને જીવવાનું શીખી લીધું.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.