Quotes by Tr Mrs Snehal Rajan Jani in Bitesapp read free

Tr Mrs Snehal Rajan Jani

Tr Mrs Snehal Rajan Jani Matrubharti Verified

@s13jyahoo.co.uk3258
(2.4m)

π અંદાજિત દિવસ
22 જુલાઈ એટલે કે 22/7.
ગણિતની દુનિયામાં 22/7
એટલે કોઈ પણ વર્તુળનાં પરિઘનો
એનાં વ્યાસ સાથેનો ગુણોત્તર.
જેની કિંમત 3.1428571.......
ગણતાં ગણતાં થાકી જઈએ એટલાં
દશાંશ સ્થાનો આવે છે.
આથી જ ગણતરી કરવામાં સરળતા
રહે એ માટે એનું અંદાજિત મૂલ્ય
3.14 લેવામાં આવે છે.
દરેક સામાન્ય વ્યક્તિ માટે આ પાઈ(π)નું
મૂલ્ય છે, જ્યારે ગણિત પ્રેમીઓ માટે
આ પાઈની અંદાજિત કિંમત છે.
આથી જ 22/7 (22 જુલાઈ) એની
લખવાની પદ્ધતિને લીધે દુનિયામાં
'પાઈ અંદાજિત દિવસ' તરીકે ઉજવાય છે.
- Tr Mrs Snehal Rajan Jani

Read More

ચિંતા
કહેવાય ચિંતાઓ દુશ્મન શરીરની,
ગણાય ચિંતા તો ચિતા સમાન!
કરે જો એક સ્ત્રી ચિંતા પરિવારની,
કરે પુરુષ ચિંતા ઘર ચલાવવાની,
કે હોય ચિંતા માતા પિતાને,
બાળકનાં ઉજ્જવળ ભવિષ્યની!
ચિંતા એક શિક્ષકની અલગ સૌથી,
દેશને ઉત્તમ નાગરિક આપવાની!
નથી વ્યર્થ આ એકેય ચિંતા,
ન થાય આવી ચિંતા તો મોટી તકલીફ!
નથી ખરાબ બધી ચિંતાઓ,
જરૂરી છે જીવનમાં અમુક ચિંતાઓ!
- Tr Mrs Snehal Rajan Jani

Read More

અદ્ભૂત સફેદ રણ, રંગબેરંગી હસ્તકળા,
કચ્છી ભરતકામ, રોગન કળા,
ઐતિહાસિક સ્થાપત્યો, દાબેલી,
ગુલાબપાક, કચ્છી ખારેક, અડદિયા,
ખાવડાનાં મેસુબ, આશાપુરા માતાનો મઢ,
હાજીઅલીની દરગાહ, આયના મહેલ,
પ્રાગ મહેલ, ભૂજીયા કિલ્લો
જેવી વિશેષતા ધરાવતો જિલ્લો
એટલે કચ્છ જિલ્લો.
અષાઢી બીજનો દિવસ એટલે
કચ્છી બંધુઓનું નૂતન વર્ષ.
સૌ કચ્છી માંડુઓને નૂતન વર્ષાભિનંદન💐

Read More

આવ્યા જગતનાં નાથ
શેરીએ શેરીએ.
થઈ બિરાજમાન પોતાનાં રથમાં.
કરે ભક્તો સૌ દર્શન એમનાં,
જઈ મંદિરે એમનાં.
આપે દર્શન જગન્નાથ સામે ચાલીને,
અષાઢી બીજનાં આ પાવન દિવસે.
સંગ બહેન સુભદ્રા ને ભાઈ બલભદ્રનો.
ખેંચી રથ પ્રભુનો થોડો,
માંગીએ આશિર્વાદ એમનાં,
ચલાવવા સુખરૂપ સંસારરથ આપણો.
જય જગન્નાથ🙏

Read More

વરસતો રહે વરસાદ આમ જ,
તૃપ્ત થાય શુષ્ક ધરા આમ જ!
થાય ખુશ ધરતી પુત્ર,
ભર વરસાદે ખેડે એ ધરાને!
પણ જોજે ઓ મેહુલા,
છે કેટલાંય એવા આ ધરા પર,
છત છે જેની ગગન માથે,
ને ધરા જ એની પથારી!
આપજે સમય એમને એટલો,
વરસે તુ અનરાધાર જ્યારે,
ખોળી શકે કોઈ ઓટલો એઓ ત્યારે!

Read More

યોગ ભગાવે રોગ, કરતાં રહીએ યોગ.
મન હોય જ્યાં અશાંત ક્યારેક,
સાંભળી લઈએ હળવું સંગીત ત્યારે.
મુશ્કેલી આવે જ્યારે કોઈ,
થઈ ન જઈએ નાસીપાસ ક્યારેય.
લઈએ સલાહ પિતા પાસેથી,
જો ન હોય હયાત પિતા દુનિયામાં,
તો યાદ કરીએ એમની વાતો,
ને લઈએ પ્રેરણા વાતો થકી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ,
આંતરરાષ્ટ્રીય સંગીત દિવસ
અને
આંતરરાષ્ટ્રીય પિતા દિવસ
સૌને શુભેચ્છાઓ💐

Read More

પ્રિય વાચકો.

આપ સૌને એ જણાવતાં આનંદ અનુભવું છું કે સ્વતંત્ર લેખિકા તરીકેનું મારું બીજું પુસ્તક 'સફળતાનાં સોપાનો' તારીખ 15 જૂન 2026નાં રોજ મારા હાથમાં આવ્યું છે.😊

આપ સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર કે જેઓ મને સતત લખવાની પ્રેરણા આપતાં રહે છે. આમ જ વાંચતાં રહેજો અને પ્રોત્સાહન પૂરું પાડતાં રહેજો.😊

સાથે સાથે આભાર માનીશ 'પેન પીપલ પબ્લિકેશન' અને એનાં સંચાલક શ્રી જયદીપભાઈ પંડ્યાનો. હરહંમેશ નવોદિત લેખકોને એમનાં પુસ્તકોમાં સહલેખક/લેખિકા તરીકે લખવાની તક આપે છે. ઉપરાંત નવોદિતોને પણ સ્વતંત્ર રીતે પોતાનું પુસ્તક પ્રકાશિત કરી આપવા તૈયાર રહે છે.

ફરીથી સૌનો અંતઃકરણપૂર્વક આભાર.😊🙏

Read More

હોય સાંજ મજાની એક,
ઝરમર વરસતો વરસાદ,
ને હાથમાં હોય ચાનો કપ.
સાથ હોય એક સુંદર પુસ્તકનો,
પસાર થઈ જાય ક્યાં
કલાકોનાં કલાકો આમ!

Read More

જીવનનો આધાર પરિવાર...
જીવવાનું કારણ પરિવાર...
ફરજ કે જવાબદારી નહીં,
લાગણીનું બંધન છે પરિવાર...
શ્વાસમાં લેવાતો ઑક્સિજન,
લાગે ઝેર સમાન વિના પરિવાર...
હ્રદયનાં સંભળાતા ધબકારા,
બની રહે માત્ર અવાજ વિના પરિવાર...
આંખોમાં ઉમટી રહેલ હેત,
જોવા માંગે સદાય ખુશ પરિવાર...
કામથી થાક્યા શરીરને દોરી જતાં પગ,
અટકે ત્યાં જ હોય જ્યાં પરિવાર...
થતાં રહે છે નાનાં મોટાં મનદુઃખ,
ક્યારેય ન છોડીએ પરિવાર...
'આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ'ની
શુભેચ્છાઓ💐

Read More

જેમ રાત્રે ઉંઘ ન આવતી હોય તો
એની દવા કરાવીએ એટલે ઉંઘ
આવતી થઈ જાય, એવી રીતે
કોઈકે એવી દવા શોધી છે કે નહીં
જે લેવાથી સવારે વહેલા ઉઠી જવાય?
જો કોઈ આવી દવા શોધી કાઢે
તો મને જાણ નહીં કરતાં.
હું તો આવી ખતરનાક વસ્તુઓથી
દૂર જ રહુ છું.
😂😂😂

Read More