Gujarati Quote in Quotes by Beyondwords

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નદી, સરોવર કે દરિયો હોય તો પાર જઈએ,
પણ સૂકી આંખોના જળમાં અમે ડૂબી જઈએ…
આંસુઓ હોત તો કદાચ હળવાશ મળી જાત,
આ નિઃશબ્દ પીડાને અમે ક્યાં સુધી છુપાવી જઈએ…
હસતા ચહેરા પાછળ તૂટેલા સપના રાખ્યાં છે,
લોકો સામે આ સચ્ચાઈ અમે કઈ રીતે કહી જઈએ…
ખામોશી પણ હવે તો ચીસો પાડે છે અંદરથી,
એ અવાજોથી ભાગીએ તો ક્યાં સુધી ભાગી જઈએ…
કિનારો મળે બહારના દરિયામાં ક્યારેક,
પણ દિલના દરિયામાં તો અમે હર વાર ખોવાઈ જઈએ… 💔
- Beyondwords

Gujarati Quotes by Beyondwords : 112021276
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now