જીંદગી ની આંટા ઘૂંટી માં હું અટવાઈ રહી છું પોતાના માં જ થોડી હું આમ અકળાઈ રહી છું…
રસ્તો શોધવા ને એકલી જ નીકળી હતી જ્યારે ભૂલી ને રાહ હું મારા માં જ ક્યાંક ભટકી રહી છું…
કહેવા માટે મારું છે પણ કેટલું મારુ છે આ જીવન બસ બીજા નાં માટે હસી નાં મુખોટા પહેરી રહી છું…
કોણ મળે છે સમજનાર કે સાંભળનાર અહિયાં એટલે આંસુઓ નાં મોતી ને શબ્દો માં પરોવી રહી છું…
- Riddhi Gori💙🤍