અમને.... ગઝલ
જરૂરતથી કરે છે યાદ બધા અમને,
લડાવી લાડ સમજે છે ગધા અમને.
જુની વાતો જણાવી જાય છે થોડી,
પછી એ સંભળાવે છે કથા અમને.
નશાની આમ ધીરે ઘૂંટ મારું છું,
એ પણ લાગે હવે તારા સગા અમને.
જવાની તો બગાડી છે અમારી પણ,
લઈને આપવા આવે દયા અમને.
જઉં છું મંદિરે કોઈક ટાઈમે,
મળે સાહેબ તારી પણ ધજા અમને.
ભટ્ટસાહેબ.