Quotes by Falguni Dost in Bitesapp read free

Falguni Dost

Falguni Dost Matrubharti Verified

@falgunidostgmailcom
(5m)

મનનાં આંગણે ઉદાસીનો ઉંબરો ઓળંગાય કેમ?
ખુદથી જ હારીને, આ જગ જીતાય કેમ?
ભલે પથ્થર પડેલા હોય ઠેર-ઠેર માર્ગમાં,
પણ હૈયાના અરમાનોને અધવચ્ચે છોડાય કેમ?
​રેખાઓ હાથની ભલેને વિધાતાએ લખી હોય,
પણ મહેનત વિના નસીબને પંપાળાય કેમ?
દરિયો સામે હોય ને કિનારે બેસી રહીએ,
તો મોજાંઓની મસ્તીને માણી શકાય કેમ?
​કિસ્મતના પાને જે લખ્યું હશે એ તો મળશે જ,
પણ બેસી રહીને સમયને વેડફાય કેમ?
થાક લાગે તો ભલે, વિસામો લેજે
દોસ્ત! શ્વાસ ચાલતા હોય ત્યાં પ્રયાસ ત્યજી શકાય કેમ?
- ફાલ્ગુની દોસ્ત

Read More

જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻

ને પછી ગળી ગઈ ચાના દરેક ઘૂંટડે એ બધું જ દર્દ
દોસ્ત! એ વાત આપણી ચાહથી મહત્વની તો ન્હોતી જ.
- ફાલ્ગુની દોસ્ત

જય શ્રી રાધેકૃષ્ણ 🙏🏻

બપોરના એ આકરા તાપમાં, લૂનો વાયરો વાય છે,
તારા વિરહની તડપમાં, ભીતર એમ જ જણાય છે.

સૂરજ તપે છે આભમાં ને ધરતી હોળા જેવી બળે છે,
તારા વગર આ દિલ મારું, વિરહના તાપે ભીતર બળે છે.

જેમ લૂ લાગે ને તરસ લાગે, કંઠ સાવ સુકાઈ જાય છે,
તારી યાદમાં આ જીવડો, એમ જ તરસી જાય છે.

વગડામાં જેવી લૂ ફુંકાય ને પાન બળીને રાખ થાય છે,
તારા મિલનની આશમાં, મારા અરમાન ખાખ થાય છે.

બપોરની આ લૂ અને વિરહ, બંનેના ભાવ સમાન છે,
એક કાયાને બાળે છે, ને બીજું બાળતું આ પ્રાણ છે.
- ફાલ્ગુની દોસ્ત

Read More

જય શ્રી રાધેકૃષ્ણ 🙏🏻

જય શ્રી રાધે કૃષ્ણ 🙏🏻

જય શ્રી રાધે કૃષ્ણ 🙏🏻

પરિવારમાં સંપ જળવાય રહે એ માટે પરિવારને અનુરૂપ થઈને રહો નહી કે અવરોધરૂપ
પરિવારમાં શાંતિ જળવાય રહે એ માટે દરેકનો સ્વીકાર્ય કરીને રહો નહી કે અડચણરૂપ
ખૂબ સરળ છે દરેકની ખામી શોધવી
દોસ્ત! અઘરું તો ફ્કત એટલું જ એ વ્યક્તિની સ્થાને રહી જીવન જીવવું એના જીવન અનુરૂપ.
- ફાલ્ગુની દોસ્ત

Read More

માતૃભારતી પરિવારના દરેક સભ્યોને હનુમાનજન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામના🙏🏻