🙏🙏ઈશ્વરનું સ્વરૂપ બાળક ને એમ જ કહ્યું નહીં હોય.
કેવું! મન મોહે તેવું તેનું ભોળપણ,
કેવી ચહેરાની નિર્દોષતા!
તેને ગુસ્સો આવે તો રડી લે કે પછી થોડું લડી લે.
પછી કશું જ મનમાં ભરી ના રાખે,
જરા પણ તેને વેરભાવ નહીં અને રાખવો શોભે પણ નહીં.
બાળકોનું હાસ્ય ખરેખર ઔષધીય ગુણોથી ભરપૂર હોય,
એકદમ નિર્મળ,
જેવા ભીંતર ભાવ ઉપજે તેવું જ બાહ્ય મુખ દ્વારા આલેખન.
બાળક બસ બાળક બનીને રહે છે તેની મસ્તીમાં મસ્ત દુનિયાની ખોટી દુનિયાદારી થી તેને કોઈ લેવાદેવા નહીં.
જો ઈશ્વર ખરેખર કંઈક માંગવાનું કહે,
તો હસતું બાળપણ માગું.🦚🦚