છોડી દેવું.
શબ્દ જ સ્વંત્રતા વ્યક્ત કરે છે.
કોઈને પણ બંધન ક્યાં પસંદ છે.
પંખી, પ્રાણી, પાણી કે મનુષ્ય સર્વને બંધન ગુંગળામણ સાથે અણગમો પેદા કરે છે.
હા કોઇપણ બંધન! ભલે તે પ્રેમનું રહ્યું, તો પણ તે બંધન તો રહ્યું જ.
અરે; હા, જો પ્રેમ છે તો પછી બંધન ને સ્થાન કદી ના હોય.
પ્રેમ તો મુક્તિ છે જે જાણે છે તેનાં માટે.
મોહ અને પ્રેમમાં તફાવત રહ્યો.
બંધન તો મોહ છે, તેને વહાલું લાગે.
કોઈને મજબુતાઈ થી જકડી રાખીને કોઈ કહે કે પ્રેમ કે સ્નેહ છે, તે ખુશ છે.
બસ એકદમ ખોટી ધારણા.
પકડી રાખવાથી બસ જીવંતતા મરી જાય છે.
સાચું કહું છું વિશ્વાસ નથી.
કોઈ વખત ફુલને હાથની મુઠ્ઠીમાં જકડીને પકડી જુઓ.
તેની પાંદડીઓ અસ્તવ્યસ્ત થઈ જશે.
બસ આ રહ્યું સામર્થ્ય!
તે ક્યાં પ્રેમ પર બતાવવાનું જ હોય છે.
બસ પ્રેમને તો કોમળ લાગણીઓ થી ખીલવા દો.
ચોતરફ સ્નેહની સોડમ ફેલાઈ જશે.
ક્યારેક છોડી દેવાથી પણ ઘણું પામી લેવાય છે.
સાચું કહું છું.
કોઈ ઉડતા પતંગિયા ને પકડીને જુઓ.
તેની પાંખોની સુંદરતાનાં રંગો હાથ પર લાગી જશે.
અરે આપણા હાથ પર લાગશે જ તેનું તો જીવન તુટી જશે!
બસ તેને હાથમાંથી છોડી દો.
જુઓ એક ફુલથી બીજા ફૂલ પર કેવું ઉડવા લાગે છે.
જીવન નવપલ્લવિત થયું.
હૈયે અનહદ ખુશી બન્નેને તેને પણ મુક્તિ ની.
બસ તો પછી છોડીને પણ પામી શકાય છે ને આનંદ?
જીંદગીમાં કંઈક પામવા માટે કંઈક છોડવું પડે છે.
બસ તો કંઈક છોડવું પડે તો જરા પણ અફસોસ શીદને.
પામ્યા નો આનંદ અનુભવે છે.
તે જો છોડીને પણ પોતાની સ્થિર સ્થિતમાં છે.
તો બુદ્ધ, મહાવીર નાં માર્ગને થોડો થોડો અનુસરી રહ્યો.