" ભીતરમાં કોઈ "
સળવળે છે ભીતરમાં કોઈ.
ખળભળે છે ભીતરમાં કોઈ.
ભરાયો છે કેમ ડૂમો આજ?
શું સાંભરે છે ભીતરમાં કોઈ?
બનીને ઉમ્મીદ આ હૃદયમાં,
ઝળહળે છે ભીતરમાં કોઈ.
કેમ હૃદય ભીંજાયેલું લાગે?
શું પલળે છે ભીતરમાં કોઈ?
બાતલ થયું સમણું આંખોથી,
હવે, છળે છે ભીતરમાં કોઈ.
રોજ સવારે ઊગે ને, "વ્યોમ"
સાંજે ઢળે છે ભીતરમાં કોઈ.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.