Quotes by Gautam Patel in Bitesapp read free

Gautam Patel

Gautam Patel

@gautam0218
(356)

ટાઇપરાઇટર

આજકાલ મ્યુઝિયમની આઇટમ
બનવા માંડેલા ટાઇપરાઇટરની
સર્વપ્રથમ પેટન્ટ છેક ૧૭૧૪ની
સાલમાં બ્રિટનના હેન્રી મિલ નામના
એન્જિનિઅરે લીધી, પણ જેને
પ્રેક્ટિકલ કહી શકાય એવું મોડેલ
લગભગ ૧૫૦ વર્ષ પછી ૧૮૬૮માં
બન્યું. શોધક અમેરિકાનો ક્રિસ્ટોફર
શોલ્સ નામનો પત્રકાર હતો. અગાઉ
તેણે જે પ્રોટોટાઇપ નમૂના તૈયાર કરેલા
તેમાં મૂળાક્ષરો છાપતી દાંડી એકબીજી
સાથે ટકરાવમાં આવીને ‘જામ’ થતી
હતી. આથી તેણે એવું કીબોર્ડ તૈયાર
કર્યું કે જેમાં −ing જેવા તરતના ક્રમે
વપરાતા મૂળાક્ષરોની કી વચ્ચે ખાસ્સું
અંતર હતું. ઉપરાંત ‘જામિંગ’
રોકવા ટાઇપિંગની સ્પીડ ઘટે
એટલા ખાતર તેણે કીબોર્ડ પર
મૂળાક્ષરોની ગોઠવણ જાણી-
બૂઝીને અગવડભરી રાખી
હતી. શરૂઆતનાં ટાઇપ-
રાઇટર્સ તોસ્તાન હતાં.વખત
જતાં કદ ઘટ્યું અને
બોલબાલા વધી. અંતે કમ્પ્યૂટરે ટાઇપરાઇટરની છૂટ્ટી કરી
નાખી.
ભારતની ગોદરેજ એન્ડ બાઇસ કંપની જેને ૨૦૦૦ની સાલ પછી ટાઇપરાઇટરના ધંધા પર કમ્પ્યૂટરની અસર જણાવા માંડી હતી.
આમ છતાં દર વર્ષે ગોદરેજ બ્રાન્ડનાં ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦
ટાઇપરાઇટર્સ બનતાં હતા. દરમ્યાન રેમિંગ્ટન
જેવી બીજી દરેક કંપનીએ બજારમાં ઉપાડના અભાવે ઉત્પાદનનો છેડો લાવી દીધો હતો. બાકી રહેલી એકમાત્ર ગોદરેજ એન્ડ બાઇસ કંપનીએ આખરે ૨૦૦૯માં ટાઇપરાઇટરનું પ્રોડક્શન બંધ કર્યું. મે, ૨૦૧૧ના આંકડા મુજબ કંપની પાસે ગોદરેજ પ્રાઇમા બ્રાન્ડનાં અને નંગદીઠ રૂા. ૧૨,૦૦૦ની વેચાણકિંમતનાં લગભગ ૫૦૦ ટાઇપરાઇટર્સ શેષ બચ્યાં હતાં.

https://www.facebook.com/share/p/17FDGD9zVJ/

Read More