ફરી આવી ગયો મધર્સ ડે
સોશિયલ મિડિયામાં છવાઈ ગયું હેપ્પી મધર્સ ડે.
પણ અંતર ને પૂછો ક્યો છે માતા માટે મધર્સ ડે ?
નવ મહિના ઉદરમાં રાખ્યા, એને
તમે જીવન સંધ્યા એ સાથે રાખો તો એ છે મધર્સ ડે
વાચા વગર તમારી ભાષા જાણી,
એનું મૌન તમે સમજો તો એ છે મધર્સ ડે
આંગળી પકડીને તમને ચાલતા શીખવ્યું,
અંત સુધી એનો હાથ ઝાલી રાખો તો એ છે મધર્સ ડે
તમારા માટે પતિ- દુનિયા સાથે પણ લડી,
એને તમારા જીવનસાથી માટે ન છોડો તો એ છે મધર્સ ડે
એક તમારા ચહેરાની ખુશી માટે કંઈ પણ કરી જતી
એ સદા હસતી રહેશે તો હશે જીવનનો દરેક ડે મધર્સ ડે.
દિકરો સંસારમાં મશગુલ, દિકરી સાસરામાં મજબૂર,
કોઈક ખૂણે રડતી મા, ને અપાય શુભેચ્છા હેપ્પી મધર્સ ડે.
- Mir