The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સવાર થાય, દિકરો ઉઠે ને પહેલો સવાલ મમ્મી, શું નાસ્તો બનાવ્યો ? ના બ્રશ ના ચા ના નાહવાનું પણ શું નાસ્તો બનાવ્યો ? ને આપું જવાબ એને પ્રેમથી તું જે કહે તે બનાવું. રોજ નવો નાસ્તો, પણ હાંડવો ફરી ફરીને આવે. હતો પાસે તો ગરમ ગરમ ખાતો પણ છે હવે દૂર, ને એનો નાસ્તો છૂટ્યો. એલાર્મ લગાવી ઉઠવા માંડ્યો જાતે ચા બનાવતો થયો, ને નાસ્તો કંપનીમાં જે મળે એ ખાતો થયો. સવાર થાય ને મા નું હૈયું રડે ક્યારે ફરી દિકરો પાસે આવી કહેશે મમ્મી, નાસ્તો આપો.
આજે ફરી એકવાર નસીબ અજમાવ્યું તું નથી એમાં ફરી એ નસીબે સમજાવ્યું મળી હતી એકાદ ક્ષણ તારી યાદ આવ્યું પ્રેમે ફરી એકવાર સમાજ સામે ઝુકાવ્યું જીવનની દરેક ક્ષણે યાદે દિલને રડાવ્યું તું ખુશ છે જીવનમાં જાણી મનને મનાવ્યું. - Mir
જન્મદિવસ તારો ને ઉમંગ હૈયે હરખાય રાહ છે તારી, મારા દરેક શ્વાસમાં તું સમાય હોય તું સ્વસ્થ ને સુખી, ભલે ન મળાય, એ જ પ્રાર્થના દરેક શ્વાસમાં જીવાય. - Mir
ગણ્યા ગણાય નહીં, વિણ્યા વિણાય નહીં, આભલામાં માય નહીં - આવું જ કંઈ નાનપણમાં બોલતા હતા રાત પડે ને ઊંચે આકાશમાં જોઈને. તારા જોવા ગમતા. ઘણા તારાઓ સાથે જોડીને આકશમાં જાણે કોઈ આકૃતિ બનાવતા અને ખુશ થતા. ત્યારે સમજ ન હતી. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ખબર પડી કે આપણે મોટા થઈએ તેમ બિંદુ જેવો નાનો દેખાતો તારો પણ મોટો થાય છે. સમય જતાં એનું તેજ વધે છે જેમ આપણને જુવાની આવે છે. અને અમુક સમયે એ જ તારા આકાશમાંથી ખરતા દેખાય છે આપણા મૃત્યુની જેમ. એ સમજતા વાર લાગી કે તારો પણ મૃત્યુ પામે છે અને આપણે એ મારી રહેલા તારા પાસે આપણી ઈચ્છાઓ માગીએ છીએ. અને એ મરી રહેલો તારો મરતી વખતે પણ આપણી માગેલી ઈચ્છાઓ પૂરી કરે છે. કોઈ પણ સ્વાર્થ વગર. ને આ જગતના કહેવાતા આપણા જેવા મનુષ્ય, ભણેલા, ગણેલા, નવી ટેકનોલોજીથી સજ્જ, શું કરીએ છીએ ? બીજા મનુષ્યની ભૂલો શોધીએ છીએ, કોઈને મદદ કરવાના બહાને એની મજબૂરીનો ફાયદો ઉઠાવીએ છીએ. ઘરતી પર પોતાનો હક સાબિત કરવા યુદ્ધો છેડાય છે. નિર્દોષ મનુષ્યો વગર કારણે જાન ગુમાવે છે. ક્યાંય કોઈએ આકાશમાં તારાઓને યુદ્ધ કરતા જોયા છે ? આ મારું આકાશ છે એમ લડતા જોયા છે ? ખૂબ સમજદાર માણસ કંઈ તો શીખ ! પોતાની જીંદગી જીવ, બીજામાં દખલ બંધ કર, ખુશીઓથી ભરેલી દુનિયાની રચના કર. - Mir
ઝરમર વરસતા આ વરસાદમાં, વરસાદી ગીત રચાય છે મનમાં. વિચારું છું એ ઉતારું કાગળમાં, પણ તું સમાયો છે મારી કલમમાં. ગીતની રચના ખોવાય તારી યાદમાં, વિરહનો વરસાદ વરસે મારી આંખમાં, શ્રાવણના સરવરિયા છે વાદળમાં. ભાદરવાની ગાજવીજ છે હૃદયમાં, તું જીવે મારામાં, હું છું તારા હૃદયમાં ? ગમતો જવાબ જાતે શોધું મગજમાં, કે હું પણ તો છું તારા દરેક શ્વાસમાં. તું તો ઘબકે છે મારા દિલની ધડકનમાં, ધબકાર સાંભળવા આવી જા જીવનમાં. - Mir
"ફરી ક્યારે મળીશું ?" પૂછું ત્યારે, જ્યારે તું મળવા આવે. રાહ જોતી મારી આંખોને ટાઢક મળે. કેટલો પ્રેમ કર્યો છે તને એ કહેવા મળે. જીવનની કોઈ ક્ષણ તારા વિનાની ન મળે. પ્રેમના બદલે પ્રેમ નહીં, બસ તારી ક્ષણ મળે. જીવી જઈશ કે તારા ફરી મળવાની આશ મળે. પૂછી શકું હું તને એટલું કે "ફરી ક્યારે મળીશું ?" એ પ્રશ્ન નો જવાબ આપવા પણ તું મળ મને. - Mir
સપના તો તમારી સાથે જીવવાના હતા પણ ક્યાં ખબર હતી તમે બીજાના હતા આપવો હતો આ હાથ તમારા હાથમાં પણ કિસ્મતની રેખા ન મળી લલાટમાં ભીંજાવું હતું તમારી સાથે વરસાદમાં ભીંજાયા અમે તો વિરહના અશ્રુઓમાં - Mir
આ જગમાં વહુને ઘરની લક્ષ્મી કહેનારા દિકરીને તકલીફમાં જોતાં જ બદલાતા દિકરીને છાશવારે નિજ ઘરે આવકારતા ને વહુને પિયરનું પગથિયું ચડતા રોકતા લગ્ન પછી પિયર ભૂલી જવું એમ કહેતા ને પોતે દિકરીને એમ જ રોજ તેડાવતા - Mir
તું કહે છે ખોટા વિચાર ન કર પણ એના માટે તું એકવાર તો મળ તું દૂર છે એટલો કે આવી ન શકે પાસ ને હું ઊભી રાહ જોતી તારી દિવસ ને રાત - Mir
હતી જીંદગી ગામમાં તારા થકી હવે ખોવાઈ જવાનું થયું તારું, ગામ છોડીને પાછું ન જોયું તને જ જોવા આવતી હતી ગામ એ થયું બંધ યાદ છે મને તું હજી, પણ જાણે ગુમ છે ગામ - Mir
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser