સવાર
નવી સવાર રોજ આવે છે.
નવા સપનાઓનો શૃંગાર સજીને.....
મનમાં એક નવું કિરણ ભરીને...
પ્રેમ રૂપી પાઘડી બાંધીને ,
નવી સવાર રોજ આવે છે.
સુરજ ભાતી તપીને...
આગ સાથે રમીને...
પંખી શો કલરવ કરતી..
એ નવી સવાર રોજ આવે છે.
તું થાને એની સવારીમાં સવાર,
વહાવ ને મોતીડા હરખનાં....
પ્રગટાવ ને આશ રૂપી દિપક.
નવી સવાર રોજ આવે છે.
ચાલને તું શીતળ ધુપમાં..
કરીલે નવી સફરની શરૂઆત..
લડીલે કલ્પી નકામાં વિચારથી.
નવી સવાર રોજ આવે છે.
કાલ હતી જે મુશ્કેલી જીવનની,
આવ્યા'તા વળાંકો જીવનમાં,
એવી દુઃખ રૂપી રાતડી ને...
તું હવે લગાવને સુખનું મલમ.
જો ને તું કલ્પી! મીઠુંડી આ સવારને...
નવી સવાર રોજ આવે છે.
.કપિલા પઢીયાર(કલ્પી)