વિરહની વ્યથા
વિરહની વ્યથા આજ વસમી લાગે,
વ્યથામાં સઘળું વેરાન લાગે!
વિચારોના વંટોળ ઊઠે રે હૈયે,
ઘૂંટાય હૈયુને હોઠે મીઠું સ્મિત રે આપે!
વિરહ ની વ્યથા.........
સોર,બકોર ને ભીડની વચ્ચે પણ
એકલવાયુ લાગે,
સઘળે પથરાયેલો જાણે ખાલીપો લાગે!
અંતરના અરમાનો પૂરા કરવાને કાજે,
મનાવુ મનને પણ માને ના આજે!
વિરમ ની વ્યથા આજે............
જુદા થયા હશે રાજા દશરથ ને રામ,
કૌશલ્યા નંદનના દુલારા રામ!
વાસુદેવ દેવકીના બાળગોપાળ
નંદ ને યશોદાના લાડલા રે કાન!
થયા હશે જુદા મિત્ર સુદામાને કાન,
રાધા ના વહાલા કૃષ્ણ રે કાન!
વિરાની વેથા આજ............
થઈ હશે સૌને કેવી વિરહની વ્યથા,
પુત્ર,પાલ્યને મિત્રની જુદાઈ ની વ્યથા!
સમજાઇ મુજને આજ અંતરની વેદના જાણે
કૌશલ્યા, દેવકી,યશોદાને રાધાની વ્યથા!
વિરહની વ્યથા આજ...........
મૂક્યો પુત્રને અભ્યાસ કરવા તે દૂર,
હસતા રહીએ તોય મનમાં અધૂરપ લાગે!
જોવું હું સૂરજ તુજને તો ઘેરાયેલા વાદળે
તું ધૂંધળો રે લાગે!
વિરહની વ્યથા આજ..........
જય શ્રી કૃષ્ણ: પુષ્પા એસ ઠાકોર
"પુષ્પ"