Quotes by Thakor Pushpaben Sorabji in Bitesapp read free

Thakor Pushpaben Sorabji

Thakor Pushpaben Sorabji

@thakorpushpabensorabji9973


લક્ષ્ય સુધી પહોચવા
અનેક મુશ્કેલીમાંથી
પસાર થવુ પડે છે
તેથી સાચુ જ છે કે
સ્મશાન,શિખર અને સિંહાસન
પર માણસ એકલો જ
હોય છે.જય શ્રી કૃષ્ણ
- Thakor Pushpaben Sorabji

Read More

ગુંજે છે જય અંબેનો નાદ
રસ્તા પર માડી તારો છે
જય જયકાર
નાના મોટા સૌ કોઈ ચાલે
પૂરે માં તું શક્તિનો સંચાર
બોલ માડી અંબેના નાદ ગુંજે
પગપાળા કરતા સૌ કોઈ બોલે
જય જય જયકાર માં તારો બોલે
જય અંબે,જય માતાજી



- Thakor Pushpaben Sorabji

Read More

વાદળોથી ઘેરાયેલું ગગન
ઘનઘોર લાગે છે!
કામના ભારણથી તન મન
ગમગીન લાગે છે!
એવામાં એક ખુશીની વાત
તન મનમાં તાજગી ભરી દે છે!
જય શ્રી કૃષ્ણ "પુષ્પ"
- Thakor Pushpaben Sorabji

Read More

છોડુ તુજને પણ
આદત પડી છે તારા સ્વાદની
જે છૂટતી નથી,
પડતી મૂકુ તુજને તો
પડી જાય મૂડ પૂરા દિવસનો,
પણ ચાની એક ચૂસકી
બની રહે મૂડ ફ્રેશ ની એક દવા
જય શ્રી કૃષ્ણ:શુભ સવાર
- Thakor Pushpaben Sorabji

Read More

ઘડપણ
પ્રભુતામાં પગલાં માંડી
વિતાવ્યા વર્ષો સંગાથે!.....
જીવનના સારા માઠા પ્રસંગો
સહમી સમજી વિતાવ્યા સાથે!...
ઉછેર્યા સૌ સંતાનો ને
સિંચ્યા એમને સંસ્કારો
આત્મનિર્ભર બનાવી એમને
વસાવ્યા સૌને સંસારે!........
ઉછેર્યા તેમના પણ સંતાનો ને
દાદા દાદી, નાના નાની ના
કોડ સૌ પૂરા થયા!........
ઢળતી આ જીવનની
સંધ્યા એ
થાક્યા હવે તનથી
પડી હવે જંજાળો!.........
બધીય નિભાવી જવાબદારી ને
પ્રભુ ભજ્યા સંગાથે!.........
સંસારના આ કોરા ચિત્રોમાં
રંગો ભર્યા ભાર્યા આપણે!........
ભુલાઈ જાય બધુ ને
દેખાય હવે આંખે ઓછુ!........
ભૂલાવી દે દુઃખ સૌ સંસાર નું
જ્યારે હોય ઘડપણે દંપતિનો સથવારો!
ઘડપણે વાતનો વિસામો
લાગણી નો એકમેક નો સહારો!..
તેમાય સોનામાં સુગંધ ભળે
જયારે હોય સંતાનો નો સહારો!...
જય શ્રી કૃષ્ણ: પુષ્પા.એસ.ઠાકોર

Read More

"વાગોળો એ વાટ પકડી
સૂરજની આગમનની ઘડી
માળેથી પંખી ઊડી
આકાશે ઉડાન ભરી
વરસાદની અવીરત ઝડી
શુભ સવારની આ સુંદર ઘડી"
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર

- Thakor Pushpaben Sorabji

Read More

સુકાન વગરની નાવ
પવન પોતાની દિશામાં
તાણી જ જાય છે,તેમ
આત્મસંયમ વગરનું
મન પોતાને ડૂબાડી
જ જાય છે!
શુભ સવાર:જય શ્રી કૃષ્ણ
- Thakor Pushpaben Sorabji

Read More

પપ્પા
આંગળી પકડી ચાલતા શીખવ્યું
પડુ ભલે પણ ડર ના લાગે,
જ્યારે સાથે હોય પપ્પા!

ભણાવીને આત્મનિર્ભર બનાવ્યા
હિંમત હોશિયારીથી આગળ
વધતા શીખવે પપ્પા!........

ભલે હોઈએ ગમે તે મોટી પોસ્ટ પર
તોય મુશ્કેલીમાં
માર્ગદર્શક બનતા પપ્પા!..........

જીવનના અનુભવો શીખવી જાય ઝાઝુ
પણ મોટા અનુભવી શિક્ષક
એક પપ્પા...........

વિશાળ વ્યોમને પણ
ભરી લઈએ મુઠ્ઠીમાં
જ્યારે પપ્પા હોય સંગાથે.............

મુશ્કેલીમાં માર્ગ બતાવે પપ્પા
પ્રગતિમાં પથ દર્શક પપ્પા!.….......
"પિતૃદેવો ભવઃ"જય શ્રી કૃષ્ણ

Read More

તેણે મને માર્યું
રોજ બનાવે બહાના
ભણવા નહિ જાવુ!
બહાનું જોવે નવું એને
આજે ભણવા નહિ જાવુ!....

રોજ મનાવું એને
પંપાળી,ફોસલાવી ભૂલાવુ એને
તોય યાદ કરી રોવે
બનાવે બહાના તેણે મને માર્યું!....

તેને ગમતું રમકડું લાવ્યુ
મનાવ્યા લાડકા કુંવરને
તોય યાદ કરી રોવે એતો
ભણવા નહિ જાવુ,તેણે મને માર્યું!....

હસ્યા,રમ્યા ને સુતા,ભૂલ્યા વાત
ઊઠ્યા તૈયાર થયા ને યાદ કર્યું
તાણ્યો ભેંકડો ને બનાવે બહાના
ભણવા નહિ જાવુ,તેણે મને માર્યું!...

રડવું હતુ ને ઢાળ મળ્યો
કરે રોજ નવા અટકચાળા એતો
માર નું તો એક બહાનું મળ્યું
ભણવા નહિ જાવુ,તેણે મને માર્યું!...

તેથીજ કહેવાયું કે"બાળહઠ"
પકડે તે મૂકે નહિ............
કેમકે તેણે મને માર્યું!.…....
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર

Read More

અહેસાસ દિલમાં છે તમારો
યાદ તમારી છે દિલમાં
ઉપકાર તમારો છે અમ પર
ભલે ના મળીએ પણ
અહેસાસ દિલમાં છે તમારો
જય શ્રી કૃષ્ણ
- Thakor Pushpaben Sorabji

Read More