ધરતી પર સ્વર્ગ
ધરતી પર ઉંચે પહાડોની ઉપર
પહાડો પર છાયેલ સફેદ બરફ.....
જાણે ધરતી પર આવ્યુ છે સ્વર્ગ..
પીગળતો બરફ ને વહેતા સુંદર ઝરણા
ઝરણેથી ઉડતી કેવી ફુવારાની છાંટ..
જાણે ધરતી પર આવ્યુ છે સ્વર્ગ...
વહેતા ઝરણાથી વહેતી થઈ નદી
ખળખળ વહેતીને,અડતા થીજવતી...
જાણે ધરતી પર આવ્યું સુંદર સ્વર્ગ....
નદીથી ભરાતુ પેલું સુંદર સરોવર
સરોવરે સરતી કેવી સુંદર શિકારા...
જાણે ધરતી પર નાનેરું સુંદર સ્વર્ગ....
ઊંચેરા ઝાડ ને ઘાસના સુંદર મેદાન
ઉષા,સંધ્યાના કેવા આબેહૂબ રંગો..
જાણે ધરતી પર સ્વર્ગના અનોખા રંગો..
આકાશે દેખાતા તારાના જુમખા ને
ધરતી પર દેખાતુ કેવું ભુરુ તળાવ....
જાણે ધરતી પર આવ્યુ સુંદર સ્વર્ગ...
આકાશે થી આવી તારા,જાણે
તળાવે પાડતા અનોખી ભાત....
જાણે આવ્યા તારા ધરતીને સ્વર્ગ....
દિવસે સુરજ શોભા વધારતો ને
રાત્રે ચંદ્ર ચાંદની ફેલાવતો..............
વાહ! કેવું નયનરમ્ય!,મનભાવન!,
અદભુત! ને આહલાદક!
જાણે ધરતી પર આવ્યું સ્વર્ગ..........
કુદરતની શોભા અતિ નિરાળી,
લાવ્યું એ જાણે સ્વર્ગને અહીં તાણી!...
જાણે ધરતી પર કુદરતનું અનોખું સ્વર્ગ.
જય શ્રી કૃષ્ણ:" પુષ્પ"