સુંદર સવાર
સૂર્યોદય પહેલા,વહેલા જાગીને,
કલરવ કરી કરે, પ્રભુના ગુણગાન!
આવી સુરજદાદા ને
તે જ અનોખા પાથરે!
ઉડાન ભરી ઊંચા ગગને,
ને આનંદ અનેરો માણે!
કામે લાગે સૌ પોતપોતાના,
ને જિંદગીને કેવી એ તો માણે!
આવે આંગણે પંખી ચણ ચણવા,
ને મીઠા સૂર રેલાવે!
દરજીડો ને ફૂલસૂંઘણી પાછળ આવી,
મધુર ઝીણો સૂર સંભળાવે!
રોટલી ખાતી ખિસકોલી પાસેથી,
જોઈને બુલબુલ લેવા આવે,
એકબીજાની પાછળ દોડે ને,
કરે એ પકડમ પકડી!
આવે જો બુલબુલ લઈ ને,
રોટલી કેરો ટુકડો!
લાગ જોઈને ચકલી લઈ લે,
એનો ટુકડો!
વાયર પર બેસી હીંચકા ખાતું કબુતર,
આ બધું જોઈ હસતું હસતું નિહાળે!
સવારના આ મધુર સૂરોની વચ્ચે,
રોયુ નાનેરું બાળ ને
સાથે સૂર પુરાવે!
પાકા પાને ઊભો લીમડો,
ખરતા જોઈ પાન ને,
દુઃ ખ એ લગાવે!
ખિલતી કૂંપળો ને કળીઓ ને જોઈ,
કેવી હૈયે હામ એ પુરાવે!
સૂર્યોદય પહેલા...............
જય શ્રી કૃષ્ણ: "પુષ્પ"