જીવન કોઈનાં માટે સરળ નથી,
એ સંઘર્ષોથી ભરપૂર છે,
બધાને ખૂબ તપવુ પડે છે,
દુઃખો સહન કરવાં પડે છે,
ત્યારે થોડુક માંડ જીવાય છે.
એક ગરીબ પરીવારના ભાઈ એમની દિકરી સાથે રસ્તા પર જઈ રહ્યા હતા. ભાઈએ પોતાની સાયકલ ઉપર નવો એલપીજી ગેસનો સિલિન્ડર ભરીને રાખેલો હતો. ભાઈના ચહેરા પર કોઈ ખુશી દેખાતી ના હતી. દિકરીનો ચહેરો પણ નિસ્તેજ અને ઉદાસ હતો.
બંન્ને જણા એક સાયકલની દુકાને પહોંચ્યા. દીકરીના પપ્પા દુકાન વાળા ભાઈ પાસે જુનામાથી સાયકલ લેવાની વાત કરી. દુકાનવાળા ભાઈએ એક સાયકલ દેખાડી. ભાઈએ સાઈકલ ૨૦૦૦ રુપીયામા ખરીદી.
હજુય દિકરી અને પપ્પાનાં ચેહરા પર કોઈ આનંદનુ તેજ ના જાવા મળયું. મે એ ભાઈ સાથે વાત કરી તો ભાઈ કહે કે દિકરીને નવી સાયકલ લઈ આપેલી અને એ સાયકલ કોઈ ચોરી કરીને લઈ ગયુ.
મનોજ નાવડીયા