હવે શું?
આવ્યો હું ધોરણ દસમાંને સૌ કોઈ પૂછે,
ગણિતમાં બેઝિક કે સ્ટાન્ડર્ડ બંનેમાં
રાખવાનું હવે તારે શું?
શરૂ થયું ધોરણ દસમું ને
રાખ્યું મેં સ્ટાન્ડર્ડ ગણિત
ને વળી સૌ કોઈ પૂછે,
ટ્યુશન રાખવાનું છે ક્યાં?
બોલો હવે શું?......
પૂરું થવા આવ્યું ધોરણ દસ મારું,
કરુ છુ મહેનત હું મન લગાવી,
ને વાળી સૌ કોઈ પૂછે
વાંચવાનું આયોજન કર્યું છે કેવું?
બોલો હવે શુ?........
આવી ગઈ નજીક ને શરૂ થઈ ગઈ પરીક્ષા
ફોન કરીને સૌ કોઈ પૂછે,
આગળ તમારે ભણવાનું છે,
બોલો હવે શુ?.…....
હવે શું?,હવે શુ?, હવે શું?
કોને કેટલા જવાબ આપુ શું?
આવો હું તમને કહું સાનમાં,
મન ભરીને માણવું છે વેકેશન મારે!
બોલો હવે તમારે કહેવું શું..........
દાદા- દાદી, ફોઈ-ફુવા ને મામા ,માસી
સૌના ઘેર જઇ મળવું છે મારે,
કરવો છે મુક્ત પ્રવાસ મારે,
ને ભાર વગર માણવું છે વેકેશન મારે!
બસ આટલું જ છે કહેવું મારે,
બોલો તમારે પૂછવાનું છે,
હવે શું?.......