સૃષ્ટિનું સર્જન છે નારી.
દેવ દેવીનું દર્શન છે નારી.
અબળા ન કહેશો કોઈ,
જગતનું દર્પણ છે નારી.
નથી એ પગના પગરખાં,
કપાળનું અર્ચન છે નારી.
છે સુંદર, નથી શૃંગારરસ,
ભજન ને કીર્તન છે નારી.
"વ્યોમ" સુધી જેની ખ્યાતિ,
શુદ્ધ સૌમ્ય વર્તન છે નારી.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.