સ્ત્રી
હા, હું એક સ્ત્રી છું.
ગણાઉં છું અબળા સમાજમાં!
તોય કહેવાતું એવું દુનિયામાં,
"સ્ત્રી તો સહનશક્તિનો ભંડાર!"
માનવું મારું એવું સ્પષ્ટ,
સ્ત્રી તો છે અખૂટ શક્તિનો ભંડાર!
ન થાકે કે નોકરીનાં કામથી,
કે ન થાકતી ક્યારેય ઘરનાં કામથી!
રહેતી એ સતત ઉત્સાહથી ભરપૂર,
મળતો જ્યાં સાથ એને જીવનસાથીનો!
કરે એ ફરિયાદ ત્યારે જ,
થઈ ગઈ હોય સહનશક્તિ એની પૂર્ણ!
ન કર શરમ તુ પોતાનાં સ્ત્રી હોવાં પર,
ભૂલ ન તુ નારી એ વાત,
છે દુનિયાનું અસ્તિત્વ તારા થકી!
મુકીને જીવ પોતાનો જોખમમાં,
આપે છે જન્મ તુ એક અન્ય જીવને!