મોજીલો મારુત
વહેલી સવારે આવ્યો રે સૂરજ,
આવ્યો આવકારવા ઠંડો મારુત!
સ્વેટર ને શાલ બધા મૂકી દીધા ,
આવ્યો ઠંડો મારુત ને કાઢી લીધા!
સાફ કરું આંગણું ને ચડે તેને સૂર,
વિખેરી પાંદડા ને કેવો એ ભાગે!
મંદિરે ધજા કેવી આકાશે લહેરાય,
ઘૂઘવતો તો આવી વંદન કરતો રે જાય!
આવ્યો ધીમે ને પછી ઝડપી રે વાતો,
ઉડતા પંખી ને કેવા મસ્તીથી તાણી રે જાતો!
સૂકા ઝાડવાને કેવી સૂકી રે ડાળીઓ,
ઝાડવે ઊંચેરી કેવી સુકી રે ફળીયો(શીંગો)!
આવે જોરથી પવનને કેવી એ ઝૂલે,
ખડખડ હસેને જાણે તાળી એ પાડે!
પીળા તે પાન કેવા ખરી રહ્યા,
ખિલતા તે પાન કેવા જોઈ રહ્યા!
ખીલી રહી કળીઓ ને ખીલ્યા રે ફૂલ,
ફુલડાની ફોરમે મીઠો મહેંકે મારુત!
બેઠી વાહનમાં ને વાયુ ચકચૂર,
ખેંચે વાહનને જાણે મસ્તીમાં મશગૂલ!
ઉડાડે રેતી ને કેવો એ નાચે,
ડોલાવે ઝાડવા ને આંખો મીંચાવે!
પવનથી રણમાં રેતીના ઢૂવા રે થાય,
શાંત થાય પવનને કેવા આકાર રચાય!
જય શ્રી કૃષ્ણ: પુષ્પા એસ ઠાકોર