ફૂલોએ ફોરમ ફેલાવી ને
પંખીઓએ રેલાવ્યા કલરવના સૂર!
મંદ મંદ વાય પેલો મીઠો મારુત
વસંતમાં ઠંડક પ્રસરાવે ઠંડી મારુત!
આંગણે પધારે આજ મોઘેરા મહેમાન,
ઢળાવી ઢોલીયાને હૈયાને હેતે થી
સૌને કહી રામ રામ તેમને આવકારવા!
શોભા વધારે એમાં જોવો ને કેવી
પાથરે પ્રકાશ કેવો આંગણે આવી ને
સૂરજના આ રૂપેરી કિરણો!
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર