હે !
જગન્નાથ.....!!
તારા જળમાં પગ ઝબોળ્યો ત્યાં ટાઢક મળી!
થોડો આગળ ધસ્યો કે મોજાંએ યાદ ઉછળી.
ખાલી સ્થળનો જ ફરક દરિયો ઉભરાટ હતો!
હાજરી અહીં ના તારી રત્નાકર જગન્નાથ હતો.
સૌ કીકીયારીઓ કરે,ધૂબકા લે,રેતે અળોટે રમે!
કોઈ શંખલાં ગોતે,કોઈ માછલી જેમ શીખે તરે.
કોઈ ઊંટ સવારી,ઘોડેસવારી કોઈ ઘર ઘર રમે!
કોઈ શેરડી રસ,કોઈ આઈસ્ક્રીમ ખાઈ મોજ કરે.
એક તું નથી એક તું નથી એક તું નથી મારી પ્રિયા!!
હું અહીં તું ત્યાં પછી ક્યાંથી કરુ મોજ એકલો પ્રિયા.
- વાત્સલ્ય