નિરખે આસ્થા જરી
ભક્તિ નિખરે નરી
સિર પર ગંગા ધરી
ગૌરી જેને પ્રેમથી વરી
સર્પો સંગ ગળે વળી
ભભૂત ને અંગે ચોળી
વિષને કંઠલ માં ધરી
સદાય દીસે સર્વોપરી
ડમરું રણકે પ્રચંડ નાદ
વૈરાગ્યનો સુણાવે સાદ
ત્રિશુળને ધારણ કરનાર
શક્તિનાં એ મહાકાળ
હર હર મહાદેવ ની ગુંજ
ગુંજતી રહે સદાકાળ…
-કામિની