.....નસીબ ખેલાવે ખેલ
નસીબ ખેલાવે ખેલ, ભૈ નસીબ ખેલાવે ખેલ;
નાચતા મોર સામે ઢેલ, ભૈ નસીબ ખેલાવે ખેલ;
મનગમતું મળતું નથી, પરંતુ મળ્યું એને ગમતું કરો,
સમજો વિધાતાના મેળ, ભૈ નસીબ ખેલાવે ખેલ;
સાથે ચાલે પણ મળે નહીં, જો મળે તો ફંટાય રસ્તા,
જીવન પાટા પર ચાલતી રેલ, ભૈ નસીબ ખેલાવે ખેલ;
મંડ્યાં રહો લક્ષ્ય પ્રાપ્તિ સુધી, પાછા વળી ન જુવો,
આળસ એટલે મોટી જેલ, ભૈ નસીબ ખેલાવે ખેલ;
નસીબ ને મહેનત મળે તો, સફળતા ચુંબે "વ્યોમ"
જાણે તરુને વળગેલી વેલ, ભૈ નસીબ ખેલાવે ખેલ;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.