સમય બધું શીખવી દે છે
કોઈની સાથે રહેતા ને
કોઈના વગર પણ જીવતા શીખવી દે છે,
જિંદગીના આ રંગમંચ પર
જુદા જુદા નાટકો કરતા પણ શીખવી દે છે,
મૂંગા મોઢે સહન કરતા ને
જરૂર પડે તો રૌદ્ર સ્વરૂપ
ધારણ કરતા પણ શીખવી દે છે
કોઈના માટે પ્રેમનું ઝરણું ને
કોઈના માટે અગ્નિની જ્વાળા બનતા પણ શીખવી દે છે
પ્રેમની અસ્ખલીત સરિતા બનતા ને
ઘૂઘવતો ખારો સમુંદર બનતા પણ શીખવી દે છે
સમય સમયનું કામ છે
સમય બધું જ શીખવી દે છે