Quotes by Rupal Jadav in Bitesapp read free

Rupal Jadav

Rupal Jadav Matrubharti Verified

@rupaljadav173815
(71)

✿ એકાંત - Solitude ✿

🌞 𝘞𝘪𝘵𝘯𝘦𝘴𝘴𝘦𝘥 𝘛𝘩𝘦 𝘚𝘶𝘯𝘴𝘦𝘵 𝘈𝘵 𝘉𝘰𝘳𝘵𝘢𝘭𝘢𝘷 𝘉𝘩𝘢𝘷𝘯𝘢𝘨𝘢𝘳 🌄

If You Ever Wonder Why I Have Too High Standards In Love So This Is How My Favourite Ones Treats Me Everytime 🎀

epost thumb

બહુ જ નસીબદાર હોય એ લોકો જેમની પાસે કોઈ એક તો એક પણ નિઃસ્વાર્થ પ્રેમ કરવાવાળું વ્યક્તિ હોય છે .

આ વિષય માં હું બહુ જ નસીબદાર છું કે મને આવું પ્રેમ કરવા વાળું એક વ્યક્તિ મારી જિંદગી માં છે જે મને નિઃસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે .

જીંદગી માં એક એવું વ્યક્તિ તો હોવું જોઈએ કે જેના ખોળા માં માથું નાખી ને શાંતિ થી પોતાના મન નો ભાર હળવો કરી શકીએ .

Read More
epost thumb

આમ તો મને કંઈક પણ પસંદ આવતું નથી પણ જ્યારે આવી જાય ત્યારે કાયમ માટે પસંદ રહી જાય .

મારી આવી કાયમી પસંદગી માની એક પસંદગી એટલે “ સૂર્યાસ્ત ” .

મારું વ્યક્તિત્વ એટલે દુનિયા થી સાવ વિપરીત . મોટાભાગના લોકો ને સૂર્યોદય બહુ જ ગમે પણ મને એટલો ખાસ નહી . એવું નથી કે મેં સૂર્યોદય નિહાળ્યો નથી મેં થોડા સમય પેહલા જ અંબાજી ડુંગર પર વેહલી સવારના સૂર્યોદયની સુંદરતા જોઈ હતી પણ સૂર્યાસ્ત કહો ને તો મારે હૈયે વસે છે અને મને સૂર્યાસ્ત જોવો બહુ જ ગમે છે .

સૂર્યોદય માં જ્યારે સૂર્ય આથમતા આથમતા તેના કિરણોનો પ્રકાશ ધીમે ધીમે જ્યારે રાત્રી માં ફેરવાય ત્યારે જે વાતાવરણ ની સુંદરતા હોય મને એ માણવાની ખૂબ મજા આવે .

હવે આજકાલ કામની વ્યસ્તતા માં આ બધું તો ભૂલાઈ જ ગયું હતું પણ ત્યાં જ આજે થોડા કામ થી ઉપર ના માળે ગઈ ત્યાં સામે મારી નજર પડી ત્યાં તો મસ્ત મજાનો સૂર્યાસ્ત થઈ રહ્યો હતો . તેના કિરણો નો પ્રકાશ બધે જ રેલાઈ રહ્યો હતો ઉપર થી ત્યાં દૂર સામે જ હાલ માં બ્રિજ કનસ્ટ્રક્ષન ની કામગીરી પણ ચાલુ હતી તો એકદમ અદ્ભુત દૃશ્ય હતું .

અચાનક વિચાર આવ્યો કામ પરથી થોડો સમય કાઢી ને પોતાની જાત અને મનપસંદ ની એક્ટિવિટી માટે પણ થોડો સમય કાઢી જ લેવાય .

અફસોસ ના રહી જવો જોઈએ કે આખી જિંદગી બસ કામ જ કર્યું પોતાની જાત માટે તો ક્યારેય જીવ્યા જ નહીં . કામ તો સદેવ રહેવાનું જ પણ આપણે એ બધી ભાગદોડ માં ક્યારેય પોતાને નહીં ભૂલી જવાનું . આટલા ભવ ના આયખા પછી માનવ અવતાર મળ્યો છે અને જીંદગી છે જીવવા આવ્યા છે તો ક્યારેક કામ પડતું મૂકી ને પોતાના માટે પણ જીવી લ્યો .

ખબર નઈ ક્યારે શું છેલ્લું હોઈ !!!!!! ~ Rupal Jadav

Read More

મારી લખેલી કવિતાઓ માની એક કવિતા જેનું શીર્ષક “ પ્રેમ એટલે ... ” નું મારા પોતાના અવાજ માં નું Voice Cover

epost thumb

🫀 મોહન મથુરા ને ગોકુળિયે રાધા રાણી 🎀

આમ તો બરકત વિરાણી “ બેફામ ” ની કવિતાઓ માંથી ઘણી ખરી કવિતાઓ મેં વાંચી છે પણ તેમની કવિતાઓ જેટલી ખરી મે વાંચી એમાં આંખો નું વર્ણન આમ તો મારું પ્રિય .

મારા મતે જે માણસ શબ્દો થકી કે બીજી કોઈ રીતે જ્યારે પોતાનો પ્રેમ પોતાના પ્રિયપાત્ર ને ના વર્ણવી શકે ત્યારે તેની આંખો વગર શબ્દે જ બધું કહી દેતી હોય છે .

બસ આ આંખો ની વાણી ને સમજવા વાળું પાત્ર મળી જાય ત્યારે જન્મારો સફળ થઈ જાય છે .

એટલે જ ઘણી વાર બેફામ ની આવી કવિતાઓ વાંચુ ત્યારે મન માં એક વિચાર આવે કે કેટલી કિસ્મત વાળી હશે એ આંખો જેના પર બેફામ જેવા કવિ ને પણ પોતાના શબ્દો ન્યોછાવર કરી ને એક પછી એક ઉમદા ગઝલો લખવાનું મન થાય .

~ Rupal Jadav

Read More

🫀 One Of My Favourite Song 🫀

Just Completed One Of The Masterpiece 🕊️ .

- Book Name :- The Alchemist

- Review :- It's All Good Book Though ( I Read In English Language & Full Version ) . If You Have Enough Patience And Like Psychology Type Of Stuff Then You'll Like It . Overall Book Is Worth Of Time And Money 🤞🏻 .

Read More